બ્રેકિંગ ન્યુઝ
VTV / pm awas yojana govt made new rules under pm housing scheme
Dhruv
Last Updated: 04:02 PM, 20 March 2022
ADVERTISEMENT
પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમને પ્રધાનમંત્રી આવાસનું મકાન ફાળવવામાં આવ્યું છે તો તમારે એ જાણી લેવું જોઈએ કે તેમાં પાંચ વર્ષ ફરજિયાત રહેવું પડશે નહીં તો તમારી ફાળવણી રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હજુ જે મકાનોને રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ટૂ લીઝ કરાર કરવામાં આવી રહેલ છે અથવા તો જે લોકો ભવિષ્યમાં આ કરાર કરાવશે તેઓ રજિસ્ટ્રી નથી.
પીએમ આવાસ હેઠળ નિયમોમાં ફેરફાર
ADVERTISEMENT
સરકાર હવે પાંચ વર્ષ સુધી એ બાબત પર ધ્યાન આપશે કે શું તમે આ મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોવ તો આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરવામાં આવશે કે જે ડેવલપમેન્ટ ઓથોરિટી તમારી સાથે કરાયેલા કરારને પણ સમાપ્ત કરી દેશે. ત્યાર બાદ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ પરત નહીં આવે. એટલે કે એકંદરે હવે તેમાં ચાલી રહેલી હેરાફેરી બંધ થઇ જશે.
ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય
એ સિવાય તમને જણાવી દઈએ કે, નિયમો અને શરતો અનુસાર ક્યારેય પણ શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. પાંચ વર્ષ પછી પણ લોકોએ લીઝ પર જ રહેવું પડશે. તેનાથી ફાયદો એ થશે કે, જે લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન ભાડે લેતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે.
જાણો નિયમો શું કહે છે?
આ સાથે જો કોઈ ફાળવણી કરનારનું મૃત્યુ થાય છે તો નિયમો અનુસાર, પરિવારના સભ્યને જ લીઝ ટ્રાન્સફર કરવામાં આવશે. કોઈ અન્ય પરિવાર સાથે KDA કોઈ પણ જાતના કરાર નહીં કરે. આ કરાર હેઠળ, ફાળવણી કરનારાઓએ 5 વર્ષ માટે આ મકાનોનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર બાદ મકાનોની લીઝ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.