બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / pm awas yojana government approves 3 61 lakh houses in urban area pm awas yojana 2021
Last Updated: 12:26 PM, 24 November 2021
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં 3.61 લાખ ઘરોના નિર્માણના પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ જેમની પાસે ઘર નથી તેવા લોકોને ઘર બનાવી આપે છે. આ યોજનામાં એ લોકોને સબ્સિડી આપવામાં આવે છે જે લોકો લોન પર ઘર અથલા ફ્લેટ ખરીદે છે. સરકારની કેન્દ્વીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠક 23 નવેમ્બર 2021એ નવી દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયમાં થઈ હતી. બેઠકની અધ્યક્ષતા આવાસ અને શહેરી મંત્રાલયના સચિવ, શ્રી દુર્ગા શંકર મિશ્રાએ કરી હતી. બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં પીએમએવાય-યૂને અફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશિપ, બેનિફિશરી લેન્ડ કંસ્ટ્રક્શન (BLC), ઈન-સીટૂ સ્લમ રિડેવલપમેન્ટ વર્ટિકલ હેઠળ કુલ 3.61 લાખ ઘરોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સચિવ, દુર્ગા શંકર મિશ્રાએ ઘણા મુદ્દાઓના સમાધાન પર વાત કરી જેથી ઘરોના નિર્માણનું કાર્ય જલ્દી શરૂ કરવામાં આવે.
આ રીતે કરો પીએમ આવાસ યોજના (PM Awas Yojana)માં અરજી
કઈ રીતે મળી શકે છે આ યોજનામાં લાભ ?
મહત્વનું છે કે પીએમ આવાસ યોજનાનો લાભ પહેલા ફક્ત ગરીબ વર્ગના લોકો માટે જ હતો. પરંતુ હવે હોમ લોનની રકમ વધારીને મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. પહેલા આ યોજનામાં હોમ લોનની રકમ 3થી 6 લાખ રૂપિયા હતી. જેના વ્યાજ પર સબ્સિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને 8 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.