બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / "PM Amit Shah," Says Himanta Sarma. BJP Says "Inadvertent Slip Of Tongue"

રાજનીતિ / VIDEO : ભાજપના CMની જીભ લપસી, અમિત શાહને PM અને મોદીને ગૃહમંત્રી ગણાવી દીધા

Hiralal

Last Updated: 03:56 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના ભાજપના સીએમ હેમંત બિશ્વા શર્માએ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક મોટી ભૂલ કરી બેઠા હતા.

  • આસામના સીએમ હેમંત શર્માની જીભ લપસી
  • અમિત શાહને ગણાવ્યાં પીએમ
  • નરેન્દ્ર મોદીને ગણાવ્યાં ગૃહમંત્રી

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આસામની બે દિવસની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક રેલીના કાર્યક્રમમાં અમિત શાહને દેશના વડાપ્રધાન અને પીએમ મોદીને ગૃહમંત્રી તરીકે સંબોધિત કર્યા હતા.

સીએમ આસામી ભાષામાં બોલ્યા-વેલકમ પ્રધાનમંત્રી અમિત શાહ

આસામી ભાષામાં બોલતા સીએમ શર્માએ કહ્યું કે વેલકમ પ્રધાનમંત્રી અમિત શાહ અને હોમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી.
 

આખરે ભાજપે કરવી પડી સ્પસ્ટતા 

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ અમિત શાહને પીએમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમંત્રી ગણાવતા ભાજપની સ્પસ્ટતા સામે આવી છે. ભાજપનું કહેવું છે કે હેમંત સરમાની જીભ લપસી ગઈ અને તેમણે આ બધુ એક ભૂલના કારણે કહી દીધું છે. નોંધનીય છે કે અમિત શાહ આસામની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. હિમંત બિસ્વાએ સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાહે મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળી આસામ સરકારની ઘૂસણખોરીની સમસ્યાને કડક હાથે સંભાળવા બદલ તેની પ્રશંસા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ સરકાર સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્રને સહકાર આપી રહી નથી. શાહે ગુવાહાટીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

કોંગ્રેસે વીડિયો ટ્વિટ કરીને કર્યો કટાક્ષ 
આસામ કોંગ્રેસે વીડિયો ટ્વીટ કરીને પૂછ્યું કે શું ભાજપે નરેન્દ્ર મોદીજીની જગ્યાએ આગામી વડાપ્રધાનનો ચહેરો પસંદ કર્યો છે? આસામ કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે જ્યારે સર્વાનંદ સોનોવાલ આસામના સીએમ હતા. તે સમયના સાંસદ પલ્લબ લોચન દાસે અનેક પ્રસંગોએ કેબિનેટ મંત્રી હિમાંતા બિસ્વા સરમાને આસામના આગામી સીએમ ગણાવ્યા હતા. શું ગુલામનું ઉદાહરણ સૂચવે છે કે જીભ લપસી નથી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ