બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વીમા વગર વાહન ચલાવતાં પકડાયાં તો જેલ અને દંડની સજા, સરકારે લીધો મોટો નિર્ણય

નવો નિયમ / વીમા વગર વાહન ચલાવતાં પકડાયાં તો જેલ અને દંડની સજા, સરકારે લીધો મોટો નિર્ણય

Last Updated: 10:19 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી વીમા વગર વાહન ચલાવવું ગુનો ગણાશે અને તેને માટે દંડ અને સજાની જોગવાઈ કરાઈ છે.

રોડ પર થતાં એક્સિડન્ટને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભરતાં વાહનો માટે વીમો અનિવાર્ય બનાવી દીધો છે. આ નિયમ બાદ વાહનનો વીમો ન લેવો હવે સજાપાત્ર ગુનો છે અને તેને માટે તમે જેલ પણ જઈ શકો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માન્ય મોટર થર્ડ પાર્ટી વીમા વિના મોટર વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે. મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 146 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોએ થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે તેની મદદથી, અકસ્માતો અને નુકસાનના કિસ્સામાં પીડિતોને સહાય પૂરી પાડી શકાય છે.

વીમા વગર વાહન ચલાવતાં પકડાયાં તો કેટલી સજા

વીમા વગર વાહન ચલાવતાં પકડાવા પર પહેલીવાર ગુનામાં 3 મહિના સુધીની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત દોષી સાબિત થાય તો 3 મહિના સુધીની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

વધુ વાંચો : 'સોશિયલ મીડિયામાંથી હવે 'મોદી કા પરિવાર' હટાવી શકો છો', PM મોદીએ કેમ કરી અપીલ?

કારની વીમા પોલિસી રિન્યૂ કરાવી લેજો

વાહન વીમાનો નિયમ ફરજિયાત થયો હોવાથી હવે તમારે તમારી કારનો વીમો રિન્યુ કરાવી લેવો જોઈએ અન્યથા સજા ભોગવવાનો વારો આવી શકે છે. વીમા સાથે વાહન ચલાવવું ઘણું સારુ પણ છે કારણ કે એક્સિડન્ટના કિસ્સામાં જરુરી સહાય મળી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

vehicles insurance vehicles insurance rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ