અમદાવાદ / નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ તૈયાર, સામાજિક અંતર જળવાઈ રહે તે માટે નવતર પ્રયોગ

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રી ઉજવાશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રીના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ અમદાવાદમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સામાજિક અંતર સાથે નવરાત્રી ઉજવવા ખેલૈયાઓએ તૈયારી શરૂ કરી છે. સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે ગરબા રમવા માટે ખેલૈયાઓએ રીંગ પહેરીને અલગ અલગ થીમ પર ગરબાની રમઝટ બોલાવવા પ્રેક્ટિસ શરૂ કરી છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ