Tuesday, September 24, 2019

નિર્ણય / હવે વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ બનશે 'પ્લાસ્ટિક ફ્રી', નેપાળ સરકારનું સરાહનીય પગલું

Plastic ban on mount Everest by Nepal Government

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પ્રદૂષણ ઘટાડવા માટે નેપાળ સરકારે એક મોટું પગલું ભર્યું છે. વર્ષ 2020 સુધીમાં એવરેસ્ટ ક્ષેત્રને ‘પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર’ બનાવવાના હેતુથી સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક (ફક્ત એક જ વખત ઉપયોગ થઈ શકે તેવું પ્લાસ્ટિક) પર પ્રતિબંધ મૂકવાનો ફેંસલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેપાળના સોલુખુમ્બુ જિલ્લાની ખુમ્બ પાસંગ લામૂ ગ્રામીણ નગરપાલિકાની કાર્યકારી પરિષદે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2020થી અમલી બની જશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ