રાહત / ભારતને કોરોનાની જંગમાં મળી વધુ એક સફળતા, દેશમાં પહેલી વાર થયુ આ સફળ પરીક્ષણ

Plasma Test Successful In Treating Corona Virus For The First Time In India

દેશમાં કોરોના વાયરસનું પ્રથમ પ્લાઝમા પરીક્ષણ સફળ રહ્યું છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોમવારે વેન્ટિલેટરમાંથી તેને હટાવ્યા પછી પણ તેની સ્થિતિ વધુ સારી છે. હોસ્પિટલે તાજેતરમાં પ્લાઝમા ટેક્નોલોજી ટ્રાયલ શરૂ કર્યું હતું. આ થેરાપીમાં કોરોનામાંથી સાજા થઈ ગયેલા લોકોનું પ્લાઝમા ચેપગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવે છે. આ પ્રક્રિયા દેશમાં પહેલી વાર સફળ થતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ