બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 હજારનું SIPમાં કરો રોકાણ, દીકરો રૂપિયે રમશે, આવી રીતે ચિલ્ડ્રન ફંડનો ઉઠાવો લાભ

તમારા કામનું / 5 હજારનું SIPમાં કરો રોકાણ, દીકરો રૂપિયે રમશે, આવી રીતે ચિલ્ડ્રન ફંડનો ઉઠાવો લાભ

Last Updated: 10:43 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના પેરેન્ટ્સ તેમનાં બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ ચર્ચા-વિચારણા કરતાં હોય છે. એવામાં, પેરેન્ટ્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે અને પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ 'SIP' એ ઘણા લોકોના સપના પૂરા કર્યા છે. SIP માત્ર તમારા સપના જ નહીં પરંતુ તમારા બાળકોના સપનાઓને પણ પૂરા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું બાળક હજી નાનું છે, તો તમે તેના માટે SIP શરૂ કરી શકો છો. SIP શરૂ કરવાથી તમારા બાળકને તેના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે પાછળથી પૈસાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમને જણાવી દઈએ કે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ બાળકો માટે ખાસ ચિલ્ડ્રન ફંડ સ્કીમ પણ ચલાવે છે.

money_investment_saving-account_iw2N4OH

ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરીને તમને મળશે આ લાભો

ચિલ્ડ્રન ફંડમાં કરેલા રોકાણોમાંથી મળતા વળતર પર ટેક્સથી છુટકારો મળે છે. ઇન્ડેક્સેશનનો લાભ વધુ મેળવવા માટે ચાર્જ પણ ન્યૂનતમ વસૂલવામાં આવે છે. જો તમે ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરો છો, તો તમે 'સેકશન 80C' હેઠળ તમારી આવક પર પણ ટેક્સથી છુટકારો મેળવી શકો છો. જણાવી દઈએ કે, ચિલ્ડ્રન ફંડ 5 વર્ષના લોક-ઇન-પીરિયડ સાથે આવે છે. આ ફંડ્સમાં કરાયેલા રોકાણનો એક ભાગ શેરબજારમાં પણ રોકવામાં આવે છે, તેથી આવા ફંડ્સમાં રોકાણ કરતી વખતે રોકાણકારોનું જોખમ ઘણું વધી જાય છે.

વધુ વાંચો 12 પાસ ઉમેદવારો તૈયાર થઇ જાઓ! આવી ગઇ વધુ એક નોકરી, નોટ કરી લો અરજી માટેની અંતિમ તારીખ

આ ફંડે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું

HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 10 વર્ષમાં 14.56 ટકા વળતર આપ્યું છે, જે આ કેટેગરીમાં સૌથી વધુ છે. આ ફંડે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 19.32 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં, SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડના ડાયરેક્ટ પ્લાને સૌથી વધુ 19.14 ટકા વળતર આપ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ આ કેટેગરીના ફંડમાં શેરબજારમાં તેમજ બોન્ડમાં રોકાણ કરે છે.

PROMOTIONAL 10

મ્યુચ્યુઅલ ફંડમાં તમે મિનિમમ 500 રૂપિયાથી 'SIP' શરૂ કરી શકો છો. 'SIP' શરૂ કરતી વખતે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પર ખાસ ધ્યાન રાખવું. તમે 'SIP' શરૂ કરવા માટે કોઈ ફાઇનાન્સ એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sip investment mutual fund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ