બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / તમારા કામનું / લગ્ન પ્રસંગનું આયોજન કરી રહ્યા છો? તો પહેલા જાણી લો કે કેવા પ્રસંગમાં કેટલો ખર્ચો થશે, બજેટ પ્રમાણે નક્કી કરો લગ્નની રીત

'લગ્ન' / લગ્ન પ્રસંગનું આયોજન કરી રહ્યા છો? તો પહેલા જાણી લો કે કેવા પ્રસંગમાં કેટલો ખર્ચો થશે, બજેટ પ્રમાણે નક્કી કરો લગ્નની રીત

Nidhi Panchal

Last Updated: 04:29 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવદિવાળી પછી લગ્નગાળો શરૂ થશે. જેના ઘરે લગ્ન હશે, તેમના પરિવારમાં તો અત્યારે તૈયારી પૂરજોશમાં ચાલી રહી હશે, કારણ કે ડિસેમ્બર, જાન્યુઆરીના લગ્ન આડે હવે થોડાક જ દિવસ બચ્યા છે. પરંતુ જો તમે આગામી છ મહિનામાં કે પછી એકાદ વર્ષમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે પૂછપરછ કરવાની શરૂઆત કરી દીધી હશે

આજકાલ લગ્ન માટે મેરેજ કોઓર્ડિનેટર કે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રાખવાનો ટ્રેન્ડ છે, તો ડેસ્ટિનેશન વેડિંગ પણ ટ્રેન્ડિંગમાં છે. આ ઉપરાંત હજીય ઘણા એવા પરિવારો છે, જે જાતે જ પોતાના બજેટ અનુસાર દરેક પ્રસંગ સાથે લગ્નનું આયોજન કરવાનું પસંદ કરે છે. જો કે, આ નિર્ણય દરેકની પસંદગી અને બજેટ પર આધાર રાખે છે. પરંતુ અમે તમારું કામ થોડું સરળ કરી દઈએ. આ આર્ટિકલમાં અમે તમને સમજાવીશું કે તમે આમાંથી કોઈ પણ પ્રકારના લગ્ન કરી રહ્યા છો, તો અંદાજે કેટલો ખર્ચ થશે. તેના આધારે તમે તમારા પરિવારમાં લગ્ન કેવી રીતે કરવા તેનો નિર્ણય લઈ શકો છો. આ માટે અમે જુદા જુદા વેડિંગ પ્લાનર્સ, ઈવેન્ટ મેનેજર્સ અને પાર્ટીપ્લોટથી લઈને બેન્કવેટ મેનેજર્સથી લઈ રસોઈના મહારાજ સાથે વાત કરી છે. જે પરથી જુદા જુદા પ્રસંગના અંદાજાના કોસ્ટ મેળવી છે.

Surbhi Jyoti Marriage Photos 3

"મારે કપડા મેચિંગ કરવા છે" આ ગીત આ સિઝનમાં લગ્નોમાં સાંભળવા મળશે, અને આના શબ્દોની જેમ જ છેલ્લા ત્રણેક વર્ષથી કપડા મેચિંગ પહેરવાના ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છો. કપડા ખરીદવા કે ભાડે લેવા તે અંગે પણ અમે એક સરસ મજાનો આર્ટિકલ કરી ચૂક્યા છીએ, જેની લિંક તમને આ આર્ટિકલના અંતમાં મળી જશે. પરંતુ લગ્ન પ્રસંગ એટલે આખું ઘર ગાંડુ થાય. મહારાજ ફાઈનલ કરવાથી લઈને, કેવું મેન્યુ અને વેન્યુ રાખવું, કયા કયા ફંક્શન રાખવા, વસ્તુઓની ખરીદી ક્યાંથી કેવી રીતે કરવી આવા હજાર પ્રશ્નો ઉભા થાય છે.

marriage1.jpg

એટલે આ બધી ઝંઝટથી બચવા ઘણા લોકો વેડિંગ પ્લાનર્સ અથવા ઈવેન્ટ મેનેજર્સ હાયર કરે છે. જે લગ્નની બધી જ તૈયારી સંભાળી લે છે અને તમારે પોતાના લગ્નમાં બસ તૈયાર થઈને પહોંચી જવાનું હોય છે. જો કે, આના માટે તમારે તેમને ફી ચૂકવવી પડે છે. જે ઓવરઓલ લગ્નના ખર્ચથી 5થી 10 ટકા જેટલી હોય છે. એટલે કે ધારો કે તમારા લગ્નમાં 10 લાખનો ખર્ચ થઈ રહ્યો છે, તો તેના પર બીજા 5-10 ટકા વધારાનો ખર્ચો એ ગણી લેવાનો. હવે થોડું ડિટેઈલમાં સમજીએ

marriage2.jpg

જો તમે ડેસ્ટિનેશન વેડિંગ કરો છો, તો વેડિંગ પ્લાનર્સનું કહેવું છે કે ડેસ્ટિનેશન વેડિંગ માટે પરિવાર મોટાભાગે તેમને જ હાયર કરતા હોય છે. કારણ કે પોતાના શહેરથી હજારો કિલોમીટર દૂર દરેક વાતની તૈયારી કરવી થોડી અઘરી પડી જાય છે. હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે જરૂર પડે છે, મહેમાનોને રાખવાની. જેના માટે 5 સ્ટાર હોટેલ, પેલેસ કે પછી ફોર્ટ સિલેક્ટ કરવામાં આવે છે.

marriage3.jpg

આ દરેક વેન્યુની કિંમત ક્લાયન્ટના બજેટ પ્રમાણે 20 હજારથી શરૂ કરી 3થી 5 લાખ રૂપિયા જેટલી જઈ શકે છે. હવે ધારો કે તમે 50 મહેમાનો સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છો, તો મિનિમમ ખર્ચ 10 લાખ રૂપિયા જઈ શકે છે. ગુજરાતીમાં કહેવત છે કે ગોળ નાખો એટલું ગળ્યું થાય. એટલે હવે આમાં તમે બીજા જે એડિશન કરો, તે પ્રમાણે કોસ્ટ વધી શકે છે. સાથે જ તમારા લગ્નનો ખર્ચો વેન્યુ, પ્રસંગો પર આધાર રાખે છે.

marriage5.jpg

દાખલા તરીકે, આજકાલ લોકો સેલિબ્રિટી લગ્નનો ટ્રેન્ડ ફોલો કરે છે. જેને લીધે રાજસ્થાનના જુદા જુદા પેલેસ કે પછી હેરિટેજ હોટેલ્સ લગ્ન સ્થળ તરીકે પહેલી પસંદ બની રહ્યા છે. જો આ હોટેલ્સ સામાન્ય એટલે કે 2,3 સ્ટાર સુધીની હોય વેન્યુનો ખર્ચ 20 લાખથી લઈને 4 કરોડ રૂપિયા થાય છે. જેમાં ગેસ્ટની મેક્સિમમ સંખ્યા 100 લોકોની હોઈ શકે છે. પરંતુ જો તમારું બજેટ વધારે છે અને તમે 5 સ્ટાર હોટેલ કે પછી રિસોર્ટ કે વધુ સારા પેલેસમાં લગ્ન કરવા ઈચ્છો છો, તો આ ખર્ચ હજી વધી શકે છે. જો કે તમારો ટોટલ ખર્ચ આખરે તો તમે કેટલા ગેસ્ટને લગ્નમાં ઈન્વાઈટ કરો છો, તેના પર આધાર રાખે છે. કારણ કે ગેસ્ટની સંખ્યા પ્રમાણે તેમનું અકોમોડેશન, તેમને લાવવા, લઈ જવાની સુવિધા બધાનો ખર્ચ વધી શકે છે. એટલે કે સરવાળે કહીએ તો તમારી પાસે લગ્ન કરવા માટે ખૂબ જ મોટું બજેટ છે, તો જ તમારે ડેસ્ટિનેશન વેડિંગ વિચારવું જોઈએ, કારણ કે તેનો ખર્ચ સારો એવો મોટો થશે.

marriage.jpg

હવે વાત કરીએ કે જો લગ્ન આપણે આપણા શહેરમાં જ કરીએ, પણ બધું જ કામ વેડિંગ પ્લાનર કે ઈવેન્ટ મેનેજરને સોંપી દઈએ. અમદાવાદની જાણીતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ધ મેકર્સના વત્સલ નાયકના કહેવા પ્રમાણે લોકલ લગ્નમાં જુદા જુદા પેકેજ હોય છે, જેની શરૂઆત 5 લાખ રૂપિયાથી થાય છે. આ બેઝિક પ્રાઈઝ 100 મહેમાનો માટેની છે. આ બેઝિક પેકેજમાં ભોજન, ડેકોરેશન, વરરાજા અને દુલ્હનની એન્ટ્રી સામેલ છે. પરંતુ જો તમે એન્કર બોલાવો છો, તો તેનો ચાર્જ એડ થાય છે. આ ઉપરાંત કોરિયોગ્રાફર હાયર કરવા હોય, તો તેનો પણ એડિશનલ ચાર્જ આપવો પડે છે. દરેક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની લગ્નના જુદા જુદા પ્રસંગો માટે જુદા જુદા પેકેજ ઓફર કરે છે, જે 5 લાખથી શરૂ થાય છે. તમે તેમાંથી તમારી જરૂરિયાત પ્રમાણે પ્રસંગો ઉમેરી શકો છો, અથવા તમારા બજેટ પ્રમાણે હટાવી પણ શકો છો. પણ જો તમે 100 મહેમાનો માટે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ાયર કરી રહ્યા છો, તો તમારા લગ્નનો મિનિમમ ખર્ચ અંદાજે 5 લાખ રૂપિયા તો થશે જ.

marriage-age.jpg

આ તો થઈ ડેસ્ટિનેશન વેડિંગ અને વેડિંગ પ્લાનરને કામ સોંપી દેવાની વાત. પરંતુ જો તમે જાતે જ લગ્નનું આયોજન કરો છો, તો કેટલો ખર્ચ થાય એ પણ સમજી લઈએ! મોટા ભાગના મારા અને તમારા જેવા લોકો જાતે જ મહારાજ શોધીને, મંડપ ડેકોરેટર્સ શોધી, જાતે મેન્યુ નક્કી કરીને લગ્ન ગોઠવતા હોય છે. જેમાં પણ જુદા જુદા પ્રસંગ પ્રમાણે ખર્ચ થાય છે. જેમ કે એક ખર્ચ હોય છે, મહારાજનો જે 10થી 15 હજાર રૂપિયા લે છે. આમાં બધી જ સામગ્રી મહારાજ લઈને આવે છે, અને તમારી વિધિ આટોપાઈ જાય છે. આ ઉપરાંત જો તમે મેન્યુ એકદમ સાદુ રાખો છો, તો પર પ્લેટ તમારે 300 રૂપિયા જેટલો ઓછામાં ઓછો ખર્ચ ગણી લેવાનો છે. હવે ટ્રેન્ડ અનુસાર કેટલાક પરિવારો પીઠી પણ વધારે મહેમાનની હાજરીમાં કરે છે, તો તેના ડેકોરેશન સહિતનો ખર્ચ પણ 10થી 12 હજાર જેટલો થવા જાય છે.

Marriage-start.jpg

હવે જો તમે ઘરે કરી રહ્યા છો, તો તમારે ખાસ ખર્ચ આપવાનો રહેતો નથી. પરંતુ જો તમે કોઈ સમાજની વાડી કે પછી હોલ લઈ રહ્યા છો, તો મિનિમમ 50 હજાર રૂપિયા ભાડું અને લાઈટબિલ અલગથી આપવાનું રહે છે, જે 3-4 હજાર રૂપિયા જેટલું થાય છે. સાથે જ જો તમે બે દિવસના પ્રસંગ માટે ફોટોગ્રાફરની ટીમ હાયર કરો છો, તો તેનો ખર્ચ પણ અંદાજે 80 હજારથી 1,00,000 જેટલો થવા જાય છે. હવે દાખલા તરીકે તમે 150 લોકોને લગ્નમાં ઈન્વાઈટ કરી રહ્યા છો, તો કેટલો ખર્ચ થશે

wedding info

જો તમે માત્ર 150 મહેમાનો માટે સાવ સાદા લગ્ન કરી રહ્યા છો, તો પણ તમારે માત્ર લગ્નનો ખર્ચ અંદાજે 1,90,000 રૂપિયા થશે. આમાં હજી દુલ્હા દુલ્હનના કપડા, કરિયાવર કે ઘરેણા અમે સામેલ નથી કર્યા. જે દરેક પરિવારની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. જેને આધારે તમારો ખર્ચ પણ વધ ઘટ થઈ શકે છે. તો પણ અંદાજ માંડીએ તો છોકરા કે છોકરી માટે બધા જ શોપિંગ સાથે એક લગ્નનો ખર્ચ 4થી 5 લાખ રૂપિયા થઈ શકે ચે.

વધુ વાંચો : લગ્નમાં ભાડાના કપડાનો ટ્રેન્ડ વધ્યો, 800 કરોડનું છે આ માર્કેટ, જાણો કેટલો છે ભાડાના કપડાનો ભાવ

હવે બધું જ કમ્પેર કરીએ તો ઘર આંગણે અથવા કોઈ સાદી વાડી કે હોલમાં લગ્નનો ખર્ચ અંદાજે 4થી 5 લાખ થઈ શકે છે. જ્યારે ડેસ્ટિનેશન વેડિંગનો ખર્ચ મિનિમમ એકાદ કરોડથી શરૂ થાય છે. જે તમારા ખર્ચ કરવાની ક્ષમતા પ્રમાણે વધી શકે છે. જો સાદા લગ્ન માટે તમે ઈવેન્ટ મેનેજર હાયર કરો, તો પણ તેમનું મિનિમમ પેકેજ 5 લાખ રૂપિયાથી શરૂ થયું હોય છે. જે પણ જરૂરિયાત પ્રમાણે વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

event management Local marriage Marriage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ