Plane crashes in MP 2 pilots killed, debris crashes between two mountains
દુર્ઘટના /
MPમાં વિમાન ક્રેશ, 2 પાઈલટના મોત, કાટમાળ પણ હાથ ન લાગે તેવી રીતે બે પહાડ વચ્ચે તૂટી પડ્યું
Team VTV11:16 PM, 18 Mar 23
| Updated: 12:18 AM, 19 Mar 23
મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી હતી. જેમાં બે પાયલોટના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.
બાલાઘાટમાં શનિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી
મધ્યપ્રદેશના પહાડી વિસ્તારમાં દુર્ઘટના
બે પાયલોટના મોત નિપજયા હોવાના પ્રાથમિક અહેવાલ
મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ દુર્ઘટનામાં વિમાનના એક પાયલોટ અને એક ટ્રેઇની પાયલોટ હાજર હતા. આ દરમિયાન બાલાઘાટ જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 20 કિલોમીટર દૂર કીરાણપુર વિસ્તારની પહાડીએથી ઓળખાતા આ વિસ્તાર નજીક આ ઘટના ઘટી હતી.જેને પગલે પોલીસ તાબડતોબ દુર્ઘટના સ્થળ પર દોડી0 ગઈ હતી. આ દરમિયાન તપાસ હાથ ધરતા નજીકથી સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.
બિરસી હવાઈ મથકેથી ઉડાન ભરી હતી
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં ટ્રેઇની પાઇલોટ સહિત બંને પાયલોટના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક પાયલોટની ડેટ બોડી સળગતી હાલતમાં નજરે પડી રહી હતી. તો ગંભીર રીતે સળગી ગયેલા મૃતદેહની ઓળખ અને વાલી વારસાની શોધખોળ પોલીસ દ્વારા હાલ ચાલી રહી છે. પ્રાથમિક વિગત અનુસાર મહારાષ્ટ્ના ગોંદીયા જિલ્લાના બિરસી હવાઈ મથકેથી ઉડાન ભરી હતી અને આ દુર્ઘટના જ્યા સામે આવી છે ત્યાં બને બાજુ પહાડી વિસ્તારા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ આ અંગે જાણકારી થતાની સાથે પોલીસ કાફલા અને સબંધિત સ્ટાફે દોડી જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ દ્વારા મૃતદેહનો કબજો સાંભળી દુર્ઘટના પાછળનું કારણ જાણવાની દિશામાં કાર્યવાહી આદરી છે.