બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 AM, 13 February 2025
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્લેનના એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. વિમાન લગભગ 30,000 ફૂટની ઊંચાઈ પર છે અને તેના એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે, જેને જોઈને વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકોએ બારીમાંથી આગની જ્વાળાઓ જોઈ અને પાયલોટ ક્રૂને જાણ કરી હતી.
ADVERTISEMENT
#flightnews #flightcrash #America pic.twitter.com/F368qi0CLh
— Khushbu Goyal (@kgoyal466) February 13, 2025
ઘટના બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી શોધી કાઢીને ફ્લાઇટ ક્રેશ થઈ શકે છે તેના ડરથી પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પાયલોટે એટીસીનો સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી. જેમાં તેઓને નજીકના એરપોર્ટ પર ઉતરાણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
300 થી વધુ મુસાફરોમાં ગભરાટ
પાયલોટે એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને અકસ્માત ટાળ્યો હતો. આ સમય દરમિયાન ફ્લાઇટમાં 300 થી વધુ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત તમામ મુસાફરોના જીવ જોખમમાં હતા. પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ થતાં જ એરપોર્ટ સ્ટાફે મુસાફરોને ઇમરજન્સી ગેટ પરથી બચાવી લીધા અને ટેકનિકલ ખામી સુધારવા માટે વિમાનને એન્જિનિયરોને સોંપી દીધું. આ રીતે ફ્લાઇટ ક્રેશ થવાથી બચી ગઈ.
આ પણ વાંચો : CCTV કેમેરાનો આવો ઉપયોગ ભાગ્યે જ કોઈએ કર્યો હશે! વાયરલ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ ડર્બનથી ફ્લોરિડા જઈ રહી હતી ત્યારે રસ્તામાં આ ઘટના બની. વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને એરલાઇને અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.