બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 02:13 PM, 15 January 2023
ADVERTISEMENT
નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયાનું ખૂલ્યું છે. વિગતો મુજબ આ વિમાનમાં 68 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી છે. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ સ્થાનિક નાગરિકો બચાવ કામગીરીમાં લાગેલા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં વિમાન દુર્ઘટનામાં 40 મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
ADVERTISEMENT
નેપાળમાં એક પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. નેપાળી મીડિયામાંથી જાણવા મળ્યું છે કે, કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ પ્રચંડે તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કાર્ય માટે સૂચના આપી છે. તેમણે આ ઘટનાને લઈને કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી.
A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F
— ANI (@ANI) January 15, 2023
આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો.
કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું છે કે વિમાનમાં 68 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. યતિ એરલાઈન્સના પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીના ખાડામાં પડી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.