Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ટ્રાવેલ / ગરમીની સીઝનમાં ફરો આ શાનદાર જગ્યાએ, આવશે ફુલ મજા

ગરમીની સીઝનમાં ફરો આ શાનદાર જગ્યાએ, આવશે ફુલ મજા

મે-જૂનના મહીનામાં ગરમી તેનો પ્રકોપ બતાવે છે. આ સમયે વેકેશનની સીઝન પણ હોય છે. ફરવાના શોખિન લોકો માટે મે-જૂન મહીનો ટ્રિપ પર જવા માટે સૌથી બેસ્ટ બની રહે છે. અહીં આપણે જાણીએ કે ગરમીમાં ફરવા માટેની સૌથી સુંદર અને શાનદાર જગ્યાઓ વિશે.

ચાદર ટ્રેક - જમ્મૂ કાશ્મીર
જમ્મૂ કાશ્મીરના પૂર્વી ભાગમાં સ્થિત ચાદર એક પહાડી ક્ષેત્ર છે. આ આખો વિસ્તાર જંસ્કાર નદીની બે ધારાઓ પાસે વસેલું છે. ઠંડીના સમયે દેશ-વિદેશના હજારો સહેલાણીઓ એડવેન્ચરની શોધમાં અહીં આવે છે. આ વેલીમાં કરવામાં આવેલી યાત્રાને 'ચાદર ટ્રેક' નામથી પણ જાણી શકાય છે.

મનાલી 
લેહ ટ્રિપ-ઉત્તર ભારતમાં એક હિમાચલ પ્રદેશના મનાલી અને જમ્મૂ કાશ્મીરના લેહને જોડનાર રાજમાર્ગ છે. જેને મનાલી લેહ ટ્રિપ કહેવામાં આવે છે. મિત્રો સાથે આ રસ્તે બાઇક રાઇટની પોતાની એક અલગ મજા છે.

હરકી દૂન વેલી- ઉત્તરાખંડ
પર્વતોને કોણ પસંદ કરતું નથી અને એ પણ ત્યારે જ્યારે ત્યાં હરિયાલા ઝાડ હોય. અહીંના શાનદાર મેદાન રજાઓ ગાળવા માટે યાદગાર બની રહે છે.

સંદકફૂ-પશ્ચિમ બંગાળ
સંદકફૂ, પશ્ચિમ બંગાળમાં વસેલું એક સુંદર સ્થળ છે. જ્યાં મિત્રો સાથે જરૂર જવું જોઇએ. અહીંની ઠંડી વેલીઓ તમને સ્વર્ગનો અનુભવ કરાવી દેશે. 

સરાહન-હિમાચલ પ્રદેશ
સરાહન સ્વર્ગનો અનુભવ કરાવનાર એક સુંદર અને અદભુત પર્યટન સ્થળ છે. એ શિમલા જિલ્લામાં આવેલું છે. જે સફરજનના બગિચા માટે ઘણું લોકપ્રિય છે. સરાહનની ભાબા વેલી અને બર્ડ પાર્ક સહેલાણીઓમાં ખુબજ આકર્ષણનું કેન્દ્ર છે. 

મારખા વેલી ટ્રેક-લદ્દાખ
જો રોજીંદા જીવનથી તમે કંટાળી ગયા છો અને અંતરમાં શાંતીની શોધમાં છો તો મારખા વેલી  જરૂર ફરવા જવી જોઇએ. અહીંની હરિયાળી અને શુદ્ધ હવા આપના તન-મનને રાહત આપશે. મારખા વેલી ટ્રેક લદ્દાખ ટ્રેકિંગ ક્ષેત્રમાં સૌથી પોપ્યુલર ટ્રેક્સમાંથી એક છે. 

ઓલી-ઉતરાખંડ
ભારતની સૌથી ઠંડી જગ્યામાં તેને ગણવામાં આવે છે. સૂર્યાના કિરણોની સાથે હરિયાળી તમારું મન મોહી લેશે. અહીં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો.

સ્પીતિ - હિમાચલ પ્રદેશ
તિબ્બત અને ભારતના વચ્ચે આવેલું સ્પીતિને 'છોટા તિબ્બત' તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પીતિ વેલીમાં તમને પર્વત, બરફથી જામેલા રસ્તા જોઇ શકો છો. જૂનમાં સ્પીતિ વેલીમાં ફરવું શાનદાર અનુભવ બની રહે છે. 

ગંગટોક-સિક્કિમ 
સિક્કિમની રાજધાની ગંગટોક પોતાની સુંદરતા માટે જાણીતું છે. અહીં રજાઓ ગાળ્યા બાદ પાછું ફરવાનું મન કદાચ જ થશે. હરિયાળીથી ભરપૂર આ જગ્યાની સુંદરતા તમને એની તરફ ખેંચશે. 

માઉન્ટ આબૂ-રાજસ્થાન
માઉન્ટ આબૂ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. જો તમે કામથી થાકી ગયા છો અને શાંતિનો સમય વિતાવવા માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. નખી સરોવર અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. 

મુક્તેશ્વર -ઉતરાખંડ
આ જગ્યા સુંદર હોવાની સાથે-સાથે ઘણી સ્વચ્છ પણ છે. અહીં આપ ઠંડી અને સ્વચ્છ હવાને માણી શકો છો. અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગ  કરી શકો છો. 

અરૂણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશની સુંદરતા કોઇનાથી છુપી નથી.  સુંદર ખિલેલાલ ફૂલ, બરફથી ઢાંકેલા પર્વત અને ઉંચી પર્વત ચોટીઓ, સુંદર વેલીઓ અહીંની વિશેષતા છે. વિવિધ પ્રકારના પશું પક્ષી અરુણાચલ પ્રદેશને ખાસ બનાવે છે. અહીં તમે પ્રકૃતિને નજીકથી જોઇ શકશો.

ખજ્જિયાર-હિમાચલ પ્રદેશ
તેને ભારતનું 'મિનિ સ્વિટ્ઝરલેન્ડ' પણ કહેવામાં આવે છે. જો આપ શાંતી અને પ્રકૃતિની સુંદરતાને જોવા અને અનુભવવા માંગો છો તો ખજ્જિયારથી વધુ સુંદર જગ્યા કોઇ નથી. આ જગ્યા રોમેન્ટિક જગ્યા માટે બેસ્ટ છે. 

વાયનાડ-કેરળ
વાદળોને જો તમારે સ્પર્શ કરવો છે, પ્રકૃતિને નજીકથી જોવી છે તો કેરળમાં આવેલા વાયનાડ અચુક જવું જોઇેએ. વાયનાડ કેરળના કન્નૂર અને કોઝિકોડ જિલ્લાના મધ્ય સ્થિત છે. વાયનાડમાં શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ અનેરો બની રહે છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ