બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:23 PM, 12 February 2025
પિયુષ પટેલને ACBના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા આજે તેમને ACBના નવા ડાયરેક્ટર તરીકે નિમાયાનું નોટિફિકેશન જાહેર કરાયુ હતું.
ADVERTISEMENT
આ અગાઉ ગુજરાત સરકારે તેમને બીએસએફમાંથી પરત ગુજરાત કેડરમાં મોકલવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. તેમની ડ્યૂટી પૂર્ણ થતા તેઓ તેમના કાર્યભારથી છૂટા થઇને ગુજરાત આવ્યા હતા. તેઓ બીએસએફના આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પરત ગુજરાત પોલીસમાં લાવવાની વિનંતી કરી હતી.
ADVERTISEMENT
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત સરકારના મુખ્ય સચિવને પત્ર લખીને જાણકારી આપી હતી કે આ અધિકારીને સીમા સુરક્ષા દળ (બીએસએફ)માં આઈજીનું દાયિત્વ આપવામાં આવ્યું છે. તેથી તેમને ગુજરાતના ચાર્જથી મુક્ત કરવામાં આવે અને બીએસએફમાં ડેપ્યુટેશન તરીકે તેમનો અધિક્તમ કાર્યકાળ પાંચ વર્ષનો હશે. પત્રમાં તેમને આ જવાબદારી જે તે સમયે તુરંત સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું. જે તે સમયે ચર્ચા રહેલા આ અધિકારીને હવે ACBના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.,
1971માં જન્મેલા પીયુષ પટેલ મૂળ અમદાવાદના રહેવાસી છે અને ઈલેક્ટ્રોનીક અને કોમ્પ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવેલી છે. તે અત્યાર સુદી એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સુરતના રેંજ આઈજી તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. બીએસએફમાં અત્યાર સુધીમાં તેમની બે વાર પોસ્ટિંગ થઈ છે. તે અગાઉ વર્ષ 2013માં કેન્દ્રીય ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારે તેઓ ડીઆઈજી બીએસએફ તરીકે કાર્યભાર સંભાળતા હતા. તે પચી 2016 સુધી તે બીએસએફમાં રહ્યા હતા. એટલું જ નહીં તેઓ અગાઉ ગાંધીનગરમાં આર્મ્ડ યૂનિટના આઈજી પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચોઃ માત્ર અમેરિકા નહીં, ભારત પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇ એક્શનમાં, ગુજરાતમાં ડિપોર્ટેશન શરૂ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.