'નાયક' ફિલ્મની જેમ મોદીના આ મંત્રીએ પત્રકારને એક દિવસ માટે મંત્રી બનવાની આપી ઓફર!

By : krupamehta 11:16 AM, 14 June 2018 | Updated : 11:16 AM, 14 June 2018
નવી દિલ્હી: રેલ મંત્રી પીયૂષ ગોયલે રેલવેની ઉપલબ્ધિઓને જણાવવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી, આ દરમિયાન એક પત્રકારે રેલવેની સમસ્યાઓને દૂર કરવા માટે તમામ સૂટનોથી સંબંધિત પત્ર એમને સોંપ્યો. મીડિયા સૂત્રો પ્રમાણે એની પર રેલ મંભી હસવા લાગ્યા અને એમને પત્રકારને ઓફર આપી. આ ઓફર હતી કે એક દિવસ માટે રેલ મંત્રી બનવાની. તેમના આ નિર્ણયથી બધાને 'નાયક' ફિલ્મનો તે સીન યાદ આવી રહ્યો છે જેમાં અમરીશ પુરી પત્રકાર બનેલા અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઑફર આપે છે.

'નાયક'નો ઉલ્લેખ કરતા ગોયલે કહ્યું કે, 'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઇને જુઓઅને નિયમ કાયદાઓ લાગૂ કરો. 

જાણવા મળી રહ્યું છે કે રેલ મંત્રીએ આ વાત માત્ર મજાકમાં કરી હતી. ત્યાર બાદ એમને કહ્યું કે એ આ સૂચનાઓ પર જરૂરથી ધ્યાન આપશે. સૂત્રોનું માનીએ તો છેલ્લા બે મહિનાથી ટ્રેનો મોડી ચાલતી હોવાને કારણે રેલવેને ટીકાઓને સામનો કરવો પડ્યો છે. 

કેટલીક ટ્રેનોએ મોડી ચાલવાનો રેકોર્ડ બનાવ્યો છ જેને લઇને રેલ મંત્રાલયે ટીકોઓનો સામનો કરવો પડ્યો હતો. આ પર રેલ મંત્રીએ કહ્યું હતું કે જો આગળ પણ આવું થશે તો અધિકારીઓનું પ્રમોશન રોકી દેવામાં આવશે, જો કે રેલ વિભાગે ટ્રેનોનું મોડું થવા પાછળ મેન્ટેનેન્સના કાર્યને જવાબદાર ગણાવ્યું હતું. Recent Story

Popular Story