બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 12:18 PM, 11 September 2023
ADVERTISEMENT
સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ખાસ મહત્ત્વ રહેલું છે. અશ્વિન માસની અમાસના દિવસે પિતૃપક્ષ સમાપ્ત થાય છે. આ 15 દિવસોમાં સનાતન ધર્મને માનનારા લોકો પિતૃ પક્ષના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ કરે છે.
આ વર્ષે 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. જો તમે પણ પિતૃદોષથી પરેશાન છો, તો પિતૃપક્ષમાં કેટલાક ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. અનેક વાર પિતૃદોષ લાગવાને કારણે જીવનમાં અસફળતા મળે છે. આ પરિસ્થિતિમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષમાં આ છોડ વાવવા જોઈએ, જેથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે.
ADVERTISEMENT
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટેના ઉપાય
વડ
કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃપક્ષ દરમિયાન વડનું ઝાડ લગાવવું જોઈએ. વડના ઝાડની પરિક્રમા કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
બિલીપત્ર
પિતૃપક્ષમાં બિલીપત્રનું ઝાડ લગાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. મહાદેવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે. પિતૃપક્ષમાં બિલીપત્રનું ઝાડ લગાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
તુલસી
તુલસીના પાન જન્મોના બંધનથી મુક્ત કરીનૈ વૈકુંઠ સુધી પહોંચાડે છે. પિતૃપક્ષ દરમિયાન તુલસીનો છોડ લગાવવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
પીપળો
સનાતન ધર્મમાં પીપળાના ઝાડને પવિત્ર માનવામાં આવે છે. આ ઝાડમાં દેવી દેવતાઓના વાસ હોય છે. પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડની પૂજા કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે. આ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર જળ અર્પણ કરવું અને સાંજના સમયે દીવો કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.