બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha pratipada shraddha 2022 pitar will happy doing these things

Pitru Paksha 2022 / પિતૃ પક્ષ આજથી શરૂ, પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કરો આ 5 કામ

Premal

Last Updated: 12:58 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃપક્ષ 2022ની શરૂઆત 10 સપ્ટેમ્બર 2022થી થઇ રહી છે, જે 25 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. પિતૃપક્ષમાં કઈ ભૂલ ના કરવી જોઈએ.

  • આજથી પિતૃપક્ષ 2022ની શરૂઆત
  • પિતૃપક્ષ 25 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે
  • પિતૃઓને રાજી કરવા હોય તો ન કરશો આ કામ 

પિતૃ પક્ષ દરમ્યાન ન કરશો આ કામ

પિતૃ પક્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂનમથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાસ સુધી ચાલે છે. પિતૃ પક્ષમાં પૂર્વજોના આશીર્વાદ લેવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે, થાય છે અને જો પૂર્વજો નારાજ થાય તો ખેદાન-મેદાન થઇ જાય છે. તેથી પિતૃ પક્ષમાં આ કામ ના કરવા જોઈએ.

માંગલિક કાર્ય ના કરશો

પિતૃ પક્ષના દિવસો થોડા ભારે હોય છે. આ દિવસમાં કોઈ પણ માંગલિક કાર્ય કરવાની ના પાડવામાં આવે છે. તેથી આ દિવસ દરમ્યાન તમે કોઈ પણ માંગલિકનુ શુભ કામ કરવાથી બચો. આ દિવસ દરમ્યાન નવા કપડા પણ ના ખરીદો. 

વાળ ના કપાવશો

હિન્દુ ધર્મની માન્યતા મુજબ શ્રાદ્ધના દિવસમાં પુરૂષોએ વાળ અને દાઢી ના કપાવવા જોઈએ. જો કોઈ આમ કરે છે તો પૂર્વજો નારાજ હોઇ શકે છે. 

સુગંધિત વસ્તુઓ ના લગાવવી જોઈએ

ઘણા લોકો દરરોજ પરફ્યુમ અને સેન્ટ લગાવે છે, પરંતુ પિતૃ પક્ષના 16 દિવસમાં સેન્ટ, અત્તર અથવા પરફ્યુમ ના લગાવવુ જોઈએ. 

તામસી આહારનુ સેવન ના કરશો

કહેવાય છે કે પિતૃ પક્ષ દરમ્યાન તામસી ભોજન અને માંસાહાર આહારનુ સેવન ના કરવુ જોઈએ અને સાત્વિક ભોજન જ કરવુ જોઈએ. આ ઉપરાંત અમુક મત એવા પણ કહે છે કે પિતૃ પક્ષમાં બહારનો આહાર ના ખાવો જોઈએ. 

છેલ્લા દિવસે કરો શ્રાદ્ધ

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષના છેલ્લા દિવસે એટલેકે આસો મહિનાની અમાસે બધા પૂર્વજોનુ ધ્યાન કરીને પિતૃઓનુ શ્રાદ્ધ કરવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે શ્રાદ્ધથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2022 Shradh 2022 pitru dosh પિતૃદોષ Pitru Paksha 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ