બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:11 PM, 16 September 2024
પિતૃ પક્ષના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 18 સપ્ટેમ્બર પિતૃ પક્ષની શરૂઆત થશે. તેનું સમાપન બુધવારે 2 ઓક્ટોબરે થશે. આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધના રૂપમાં ઓળવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે પૂર્વજોને સમર્પિત છે.
ADVERTISEMENT
માન્યતા છે કે આ સમય દરમિયાન લોકો પોતાના પૂર્વજોને તર્પણ અને પિંડદાન કરે છે. જેનાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ જીવનના કષ્ટોનો નાશ થાય છે. ત્યાં જ અમુક લોકો આ સમય દરમિયાન ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવે છે.
ADVERTISEMENT
પરંતુ દિશાની સાથે સાથે ઘણી બધી વસ્તુઓની અવગણના કરે છે. જેનાથી પિતૃ રીસાઈ જાય છે. તો જાણો પિતૃઓની તસ્વીર લગાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ જગ્યાઓ પર ન લગાવો પિતૃઓની તસ્વીર
એવું કહેવાય છે કે પિતૃઓની તસ્વીર ડ્રોઈંગ કે બેડરૂમમાં ન લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના પ્રભાવથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. સાથે જ લોકોમાં ઝગડાની પરિસ્થિતિ ઉભી થાય છે. આટલું જ નહીં તેના પ્રભાવથી ધન અને માનની હાની પણ થઈ શકે છે. તેના માટે આ જગ્યાઓ પર પૂર્વજોની તસ્વીર લગાવવાથી બચવું જોઈએ.
દિશાની સાથે રાખો આ વાતનું ધ્યાન
પિતૃઓની તસ્વીર દક્ષિણ દિશામાં લગાવવી યોગ્ય માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ત્યાં જ ફોટો લગાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જીવીત વ્યક્તિના ફોટો પૂર્વજોના ફોટોની બાજુમાં ન લગાવો. તેનાથી તેમની આયુ ઘટે છે. સાથે જ જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
વધુ વાંચો: નકલી ચાર્જરથી ફોનમાં થઈ શકે બ્લાસ્ટ, સરકારી એપ પર આવી રીતે ચેક કરો ગુણવત્તા
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.