પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્વ છે. ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓના મોક્ષ માટે પણ શ્રાદ્ધ પરંપરા છે. જેમાં પિશાચ મોચન શ્રાદ્ધ ખુબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આવો જાણીએ શું છે આ પિશાચ મોચન શ્રાદ્ધ.
હિન્દુ ધર્મમાં પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્વ
જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પિતૃઓના આશીર્વાદ જરૂરી
જાણો આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ વિષે
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની જેમ પૂર્વજોને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા એવી છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવવા માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા ખૂબ જ અગત્યની બાબત છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે. તેમને મુક્તિ મેળવવા માટે પિંડદાન કરવું જોઈએ. તેવી હિન્દુ શાસ્ત્રમાં માન્યતા છે આ ઉપરાંત એવી પણ કેટલીક માન્યતા છે કે આત્માઓ મૃત્યુ પછી ભૂત સ્વરૂપમાં ભટકતી રહે છે. ત્યારે આવ્યા આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ ખૂબ મહત્વ ધરાવે છે.
25 ડિસેમ્બર 2023 ના રોજ ઉજવાશે
ધાર્મિક માન્યતા એવી છે કે જો પરિવારની કોઈ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તે ભૂત સ્વરૂપમાં ભટકવાની શક્યતાઓ વધી જતી હોય છે અને પૂર્વજો કોઈપણ કારણસર ભૂતલોકમાં જાય તો તેઓને મુક્ત કરવા માટે દર વર્ષે માગસર મહિનામાં આવતા પિશાચ મોચન શ્રાદ્ધના દિવસે વિધિ વિધાન સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પિશાચ મોચન શ્રાદ્ધ 25 ડિસેમ્બર 2023 ના રોજ ઉજવાશે.
જળ પીપળાને અર્પણ કરવું તેવી માન્યતા
માન્યતા એવી છે કે જે લોકોને કુંડળીમાં પિતૃદોષ હોય, અથવા તો ભૂત પ્રેતનો ડર લાગતો હોય અને ખૂબ વિઘ્નો આવતા હોય તેઓએ ખાસ આ પ્રકારનું શ્રાદ્ધ કરવું જોઈએ. આ શ્રાદ્ધ કરવાથી કોઈપણ આત્માના મોક્ષનો માર્ગ ખુલી શકે છે અને તે ધામમાં પહોંચી શકે છે. બાદમાં તેમના આશીર્વાદ પરિવારજનોને પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ શ્રાદ્ધ કરવા માંગતા લોકોએ શ્રાદ્ધના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરવું જોઈએ અને ધ્યાન કરી શરીરને શુદ્ધ કરવું જોઈએ.બાદમાં એક વાસણમાં પાણી ભરીને દક્ષિણ તરફ બેસી પૂર્વજોનું નામ લઇ અને વિધિ વિધાન મુજબ આ શ્રાદ્ધનો સંકલ્પ કરવો જોઈએ. પછી જમીનને પાણી રેડી અને અર્પણ તર્પણ કર્યા પછી ભૂત મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. મહત્વનું છે કે પિતૃઓની આ પૂજા તાંબાના વાસણમાં થોડું પાણી લઈને તેમાં દૂધ, ઘી, મધ, તલ સહિતની વસ્તુ રાખવી જોઈએ પૂજાના અંતમાં જળ પીપળાને અર્પણ કરવું તેવી માન્યતા છે.