પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં પૂર્વજોના ફોટો પણ લગાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પિતૃઓની તસવીરને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પિતૃઓની તસવીર યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો લાભ થાય છે.
પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે તેમના ફોટોઝ લગાવવામાં આવે છે
પિતૃઓની તસવીરને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે
પિતૃઓની તસવીર અયોગ્ય દિશામાં લગાવવાથી મુશ્કેલીઓ આવે છે
હિંદુ ધર્મ અનુસાર પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન પૂર્વજ ધરતી પર આવે છે અને વંશજોને આશીર્વાદ આપે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે, જેથી પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં પૂર્વજોના ફોટો પણ લગાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પિતૃઓની તસવીરને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પિતૃઓની તસવીર યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો લાભ થાય છે અને અયોગ્ય દિશામાં હોય તો જીવનની મુશ્કેલીઓ વધી શકે છે.
પૂર્વજોની તસવીર લગાવવાની યોગ્ય દિશા
પૂર્વજોની તસવીર હોલ અથવા મુખ્ય બેઠક ખંડમાં દક્ષિણ-પશ્ચિમ દિશા અથવા પશ્ચિમ દીવાલ તરફ લગાવવી તે લાભદાયક માનવામાં આવે છે. પૂર્વ દિશા અથવા ઈશાન ખૂણામાં પૂર્વજોની તસવીર લગાવવાથી પરિવાર પર સંકટ ઊભું થાય છે. આ દિશા દેવી દેવતાની માનવામાં આવે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
પિતૃ દેવતા સમાન હોય છે, પરંતુ દેવતાઓના પૂજા સ્થળે પૂર્વજોની તસવીર ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. પિતૃઓને અલગ સ્થાન પર રાખવા.
પૂર્વજોની તસવીર ટેબલ અથવા દીવાલ પર હોય તો તસવીરની નીચે લાકડાનો સપોર્ટ લગાવવો જોઈએ. જેથી તસવીર લટકતી અથવા ઝુલતી ના રહે.
પૂર્વજોની તસવીર પર જાળા અથવા ધૂળ માટી ના રહે, તેનું ધ્યાન રાખવું. પૂર્વજોની તસવીર સમ્માનપૂર્વક યોગ્ય દિશામાં લગાવવી.
પૂર્વજોની તસવીર પર લગાવેલ માળા તૂટેલી અને ખરાબ ના હોવી જોઈએ. સમયાંતરે આ માળા બદલતા રહેવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વજોની તસવીર કિચન, બેડરૂમ અને સીડીઓવાળી સ્થળ પર ના લગાવવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં કલેશ વધે છે અને અશાંતિ રહે છે.
જીવિત લોકોની સાથે પિતૃઓની તસવીર ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે, જેથી જીવિત વ્યક્તિની આયુમાં ઘટાડો થાય છે.