બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2023 important days bharani navami shraddha sarva pitru amavasya

શ્રાદ્ધ પક્ષ / Pitru Paksha 2023: પિતૃપક્ષની 3 તિથિઓ ખાસ નોટ કરી લેજો, નહીં તો આ દિવસે કરેલી ભૂલ પડશે ભારે

Vikram Mehta

Last Updated: 02:55 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે પિતૃપક્ષ આજથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે
  • શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ કરવામાં આવે છે
  • પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે

હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, વિધિપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. આ વર્ષે પિતૃપક્ષ આજથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃપક્ષની 3 તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

પિતૃપક્ષ તિથિ
પિતૃપક્ષની તમામ તિથિનું મહત્ત્વ છે, પરંતુ કેટલીક તિથિને વિશેષ માનવામાં આવે છે. કોઈ કારણવશ પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન તર્પણ કાર્ય કરવામાં ના આવે તો આ 3 તિથિ હોય ત્યારે આ ખાસ કામ કરી લેવું જોઈએ. 

ભરણી શ્રાદ્ધ (Bharani Shraddha)
પિતૃપક્ષમાં ભરણી શ્રાદ્ધનું ખાસ મહત્ત્વ છે. આ વર્ષે ચોથની તિથિએ 2 ઓક્ટોબરના ભરણી શ્રાદ્ધ છે. પરિવારજનોના મૃત્યુના એક વર્ષ પછી ભરણી શ્રાદ્ધ કરવું જરૂરી છે. મૃતક અવિવાહિત હોય તો તેમનું શ્રાદ્ધ પાંચમના દિવસે કરવામાં આવે છે. ગયા અથવા પુષ્કરમાં ભરણી શ્રાદ્ધ કરવાથી મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. 

નવમી શ્રાદ્ધ (Navami Shraddha)
પિતૃપક્ષની પાંચમની તિથિએ નવમી શ્રાદ્ધ કરવામાં આવે છે. જે માતૃ નવમી અથવા માતૃ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 7 ઓક્ટોબરના રોજ નવમી શ્રાદ્ધ કરવામાં આવશે. આ તિથિ માતૃ પિતૃને સમર્પિત છે. જેથી ઘરની પૂર્વજ મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રકારે ના કરવાથી તેઓ નારાજ થઈ શકે છે. 

સર્વ પિતૃ અમાસ (Sarva Pitru Amavasya)
સર્વ પિતૃ અમાસને અમાસનું શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષની અંતિમ તિથિએ સર્વ પિતૃ અમાસ હોય છે, આ વર્ષે 14 ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાસ છે. જે લોકોના નિધનની તિથિ યાદ ના હોય તે લોકોનું આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. કોઈ કારણોસર પિતૃપક્ષમાં શ્રાદ્ધ ના કરી શકો તો સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરી શકાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha Dates Shraddha pitru paksha sarva pitru amavasya પિતૃ પક્ષ શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસ Pitru Paksha 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ