બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:47 PM, 5 September 2022
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં આશો મહિનાનું ખૂબ મહત્વ છે કારણ કે આ પવિત્ર મહિનામાં પૂર્વજોની ખાસ પૂજા કરવામાં આવે છે. સનાતન ધર્મમાં પિતૃ પક્ષ દરમિયાન, લોકો પૂજા, તર્પણ અને પિંડદાન કરીને તેમના પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે.
પિતૃ પક્ષ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. કારણ કે પિતૃઓની પૂજા કરવાથી ન માત્ર તેમના આશીર્વાદ મળે છે, પરંતુ કુંડળી સાથે સંબંધિત પિતૃદોષ પણ દૂર થાય છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ, જેને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ક્યારે શરૂ થશે અને તેની સાથે જોડાયેલા નિયમો શું છે.
ADVERTISEMENT
ક્યારથી શરૂ થાય છે પિતૃપક્ષ
હિંદુ ધર્મમાં ભાદરવા મહિનાની પુનમથી લઈને આશો મહિનાની અમાસ સુધીનો સમય પિતૃપક્ષ તરીકે ઓળખાય છે. જે આ વર્ષે 10મી સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે પિતૃ પક્ષ 25 સપ્ટેમ્બર 2022 સુધી રહેશે. આમાં દરેક વ્યક્તિ ઘર-પરિવાર સાથે જોડાયેલા દિવંગત લોકોના શ્રાદ્ધ અને તર્પણ કરે છે, જેથી તેની આત્માને શાંતિ અને મોક્ષ મળે.
પિતૃ પક્ષનું ધાર્મિક મહત્વ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમના મોક્ષની કામના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવાથી વ્યક્તિને પૂર્વજોની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.
જેના કારણે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ પૂર્વજોની ઉપેક્ષા કરવાથી વ્યક્તિને પિતૃ દોષ લાગે છે જેના કારણે તેને જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પિતૃપક્ષ સાથે જોડાયેલા જરૂરી નિયમ
હિંદુ માન્યતા અનુસાર પિતૃ પક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ દરમિયાન પિંડદાન, તર્પણ વગેરે પિતૃઓ માટે જ કરવાનો નિયમ છે. જે અંતર્ગત પરિવાર સાથે સંબંધિત મૃત વ્યક્તિની તિથિએ બ્રાહ્મણ પુરુષ કે સ્ત્રીને સન્માન સાથે બોલાવીને સાત્વિક ભોજન કરાવવું જોઈએ.
સાથે તેમને ક્ષમતા અનુસાર દાન કરીને સન્માનપૂર્વક વિદાય આપો. પિતૃપક્ષ દરમિયાન તામસિક વસ્તુઓ ભૂલીથી પણ ન ખાવી જોઈએ અને પિતૃઓ માટે કંઈ પણ દાન કરતી વખતે કોઈ પ્રકારનું અભિમાન અને પ્રદર્શન ન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.