બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:56 PM, 10 September 2022
ADVERTISEMENT
પિતૃ પક્ષ દરમ્યાન આ તારીખે ખરીદી કરી શકશો
આસો મહિનાના કૃષ્ણ પક્ષના એકમથી અમાસ સુધી 15 દિવસ માટે પિતૃગણ પોતાના વંશજોના ત્યાં ધરતી પર આવે છે અને આસો મહિનાની અમાસ સુધી આ ક્રમ ચાલુ રહે છે. આ સમયગાળાને પિતૃ પક્ષ કહેવામાં આવે છે. આ દરમ્યાન પિતૃઓની ઈચ્છાપૂર્તિ અને તેનુ શ્રાદ્ધ કરી પિતૃ દોષને દૂર કરી શકાય છે. જો કે, માન્યતા છે કે આ દરમ્યાન કોઈ પણ પ્રકારની ખરીદી ના કરવી જોઈએ. એવામાં લોકો આ દરમ્યાન ખરીદી કરવાથી બચે છે. આવો જાણીએ એવા કયા દિવસો છે, જ્યારે ખરીદી કરી શકાય છે.
ADVERTISEMENT
પિતૃઓ થાય છે નારાજ?
પિતૃ પક્ષ દરમ્યાન કેટલાંક કાર્યોને કરવાની મનાઈ છે. એવી માન્યતા છે કે આ દરમ્યાન ભૌતિક ચીજ વસ્તુઓની ખરીદી ના કરવી જોઈએ. આમ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. જો કે, શાાસ્ત્રોમાં ક્યાય એવો ઉલ્લેખ નથી કે ખરીદી ના કરવી જોઈએ.
પરિવારમાં ના કરશો લડાઈ-ઝગડા
પિતૃ પક્ષ દરમ્યાન તમે ખરીદી કરી શકો છો, પરંતુ કોઈ આવુ કાર્ય ના કરશો. જેનાથી પિતૃઓ નારાજ થાય છે. જેમકે આ દરમ્યાન ખુશ રહો. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. પરિવાર સાથે સારો વ્યવહાર કરો. ઘરમાં લડાઈ-ઝગડા ના કરશો. પરિવારમાં કોઈ પણ પ્રકારના ઝગડા ના થાય. જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
આ તિથી પર કરો ખરીદી
11, 13, 17, 24, 25 સપ્ટેમ્બરે સર્વાર્થ સિદ્ધી યોગ છે. આ તિથીઓને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે ટેન્શન ફ્રી થઇને ખરીદી કરી શકો છો. 13 સપ્ટેમ્બર 2022ના રોજ વૃદ્ધી યોગ પણ છે. બીજી તરફ 13 અને 17 સપ્ટેમ્બરે અમૃત સિદ્ધી યોગ પણ છે. 16 સપ્ટેમ્બરે રવિયોગ છે. એવામાં જો તમારું ખરીદી કરવાનુ મન છે તો ખરીદી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.