બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2022 can daughters also do pind daan

Pitru Paksha 2022 / ઘરમાં જો દીકરો ન હોય તો શું દીકરી કરી શકે પૂર્વજોનું પિંડદાન? જાણો શું કહે છે શાસ્ત્રો

Premal

Last Updated: 11:51 AM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવામાં આવે છે કે ઘરના પુત્ર અને પુરૂષોએ સામાન્ય રીતે પિતૃઓનુ પિંડદાન કરવુ જોઈએ. પરંતુ જો કોઈ ઘરમાં પુત્ર અથવા કોઈ પુરૂષ ના હોય તો ત્યાં શું પુત્રીઓ પિંડદાન કરી શકે છે. આવો જાણીએ છીએ કે ધર્મશાસ્ત્ર તેના પર શું કહે છે.

  • ઘરમાં જો પુત્ર ના હોય તો પુત્રીઓ કરી શકે છે પૂર્વજોનુ પિંડદાન?
  • જાણો ધર્મશાસ્ત્ર તેના પર શું કહે છે?
  • વિધિ વિધાન પૂર્વક પિતૃઓનુ પિંડદાન કરવાથી તેમને મળે છે શાંતિ 

પુત્રીઓ કરી શકે પિંડદાન? જાણો ધર્મશાસ્ત્ર શું કહે છે

સનાતન ધર્મમાં પિતૃ પક્ષને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન દેવ થયેલા પૂર્વજો કાગડા બનીને પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવારજનો સાથે મળે છે. એવામાંં વિધિ-વિધાન પૂર્વક પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. 

શું પુત્રીઓ પણ કરી શકે છે શ્રાદ્ધ કર્મ? 

શાસ્ત્રો મુજબ માં-બાપ અથવા અન્ય પરિવારજનોની મોત બાદ તેમની આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પણ કરવુ પુત્રનુ મુખ્ય કર્તવ્ય જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આમ કર્યા વગર આત્માઓને સંસારના બંધનોમાંથી મુુક્તિ મળતી નથી અને તેઓ આ પૃથ્વી પર ભટકતા રહે છે. એવામાં પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવુ જરૂરી માનવામાં આવ્યું છે. જો કે, જો કોઈ ઘરમાં પુત્ર અથવા પુરૂષ ન હોય તો ત્યાં પુત્રીઓ પણ પિંડદાન કરી શકે છે. જેને પણ વિધિ મુજબ કહેવામાં આવ્યું છે. 

આ વિધિ વિધાન પૂર્વક પિતૃઓને કરો પિંડદાન 

પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે તમે પિતૃ પક્ષ દરમ્યાન સફેદ કપડા પહેરો. જે દિવસે તમારે તેનુ શ્રાદ્ધ કર્મ કરવાનુ હોય તમે તે દિવસે ઘઉં અથવા જવના લોટમાંથી પિંડ બનાવી દો. ત્યારબાદ ફૂલ, ચંદન, કાચો દોરો, તલ, ફળ-મિઠાઈ, અગરબતી અને દહીની સાથે પિંડદાન કરી દો. પિંડદાન કર્યા બાદ શાંતિથી બેસીને તમારા પિતૃઓને યાદ કરો અને પ્રભુ પાસે તેમની આત્માની શાંતિ માટે કામના કરો. ત્યારબાદ પિંડને હાથમાં ઉપાડો અને સન્માન પૂર્વક જળમાં પ્રવાહિત કરી દો.

10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે પિતૃ પક્ષ 

મહત્વનું છે કે પિતૃ પક્ષ દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની પૂનમથી શરૂ થાય છે. આ પિતૃ પક્ષ સતત 15 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Pind Daan Pitru Paksha 2022 pitru dosh પિતૃદોષ Pitru Paksha 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ