હિન્દુ ધર્મ અનુસાર, જો પૂર્વજો નારાજ થઈ જાય તો વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ લાગી શકે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. પિતૃદોષ ફક્ત જે તે વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો પરંતુ આવનારી પેઢીઓને પણ અસર કરી શકે છે. જેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. એવામાં મહાકુંભ પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે એક સારો અવસર માનવામાં આવે છે. જો તમે મહાકુંભમાં જાઓ છો તો તમે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે ત્યાં કેટલાક ઉપાયો પણ કરી શકો છો. અમે તમને કુંભમેળામાં પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે જણાવીશું.
- સંગમ ઘાટ પર શ્રાદ્ધ કર્મ કરો
જ્યોતિષના મતે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમ ઘાટના કિનારે ગંગા સ્નાન કર્યા બાદ શ્રાદ્ધ કર્મ કરી શકો છો. તેનાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને પૂર્વજો શાંત થાય છે. જેનાથી તમને પિતૃ દોષથી રાહત મળી શકે છે.
- પૂર્વજોને જળ અર્પણ કરો
ધાર્મિક માન્યતાઓ મુજબ મહાકુંભમાં ફક્ત સ્નાન કરવાથી જલોકોને અનેક અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે મહાકુંભમાં સ્નાન કરતી વખતે તમારા હાથમાં થોડું ગંગાજળ લો અને તે તમારા પૂર્વજોને અર્પણ કરો અને તેમને પ્રણામ કરો. આ સાથે તમારી ભૂલોની પણ માફી માંગો.

- કાળા તલ ચઢાવો
અર્યમાને પૂર્વજોના દેવતા કહેવામાં આવે છે. આથી મહાકુંભ સ્નાન બાદ અર્યમાની પૂજા કરો અને તેમને કાળા તલ અર્પણ કરો. આમ કરવાથી પૂર્વજો ખુશ થાય છે. આ સિવાય તમારા વંશને ભગવાન અર્યમા અને પૂર્વજો બંનેનો આશીર્વાદ મળે છે.
- ગ્રહોને મળશે શાંતિ મળશે
જો તમે પિતૃ પક્ષ દરમિયાન પૂજામાં કાળા તલનો ઉપયોગ કરો છો તો કુંડળીમાંથી ત્રિગ્રહી દોષો શાંત થાય છે. કાળા તલના કારણે રાહુ, કેતુ અને શનિ ત્રણેય ગ્રહ શાંત થાય છે અને તેમનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી પડતો.

- હાથ જોડીને કરો નમસ્કાર
મહાકુંભમાં સ્નાન કરતી વખતે સૂર્ય દેવને પણ જળ અર્પણ કરો અને હાથ જોડીને નમસ્કાર કરો. આ સાથે મહાકુંભમાં આવેલા સંતો અને ઋષિઓની સેવા કરો અને તેમની સાથે થોડો સમય પસાર કરો. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમની રહેમ નજર તમારા પર રહે છે.
- ભગવાન વિષ્ણુની કરો પૂજા
મહાકુંભ સ્નાન દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને કાળા તલ ચઢાવો. એવી માન્યતા છે કે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુથી થઈ છે. એથી તલ ચઢાવ્યા બાદ વિધિ મુજબ ઉપવાસ કરો. એનાથી ભગવાન વિષ્ણુ અને પૂર્વજો બંને પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્વજોને વૈકુંઠ પ્રાપ્ત થાય છે.
- જરૂરિયાતમંદોને કરો દાન
તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. એના માટે તમે મહાકુંભમાં સોનું, ચાંદી અને અનાજનું દાન કરી શકો છો. આ સાથે તમે મહાકુંભમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાંનું દાન કરીને પણ પિતૃ દોષથી રાહત મેળવી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ