બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pithora paintings represent tribal narratives from chhota udepur Gujarat

ઉજવણી / પીઠોરા દેવઃ ગુજરાતમાં અહીં ઉજવાય છે સૌથી અલગ રીતે હોળી, આદિવાસી સમાજની જુઓ કેવી છે પરંપરા

Hiren

Last Updated: 07:39 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાદેપુર જિલ્લામા અનોખી રીતે હોળી  ઉજવાય છે. પીઠોરા, આ નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય, આ કોઈ ચિત્ર નથી આ પીઠોરા એ આદીવાસીઓના દેવ છે.

  • છોટાઉદેપુરમાં હોળીની વિશેષ ઉજવણી
  • આદિવાસીઓનો પ્રિય તહેવાર "હોળી"
  • રાઠવા સમુદાયના દેવ એટલે પીઠોરા દેવ

છોટા ઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. મોટેભાગે રાઠવા સમુદાય વસે છે.આ આદીવાસીઓ પ્રકૃતી પૂજક છે અને તેઓ આદી અનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે. આદીવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, જમીન માતા, અગ્ની દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે. જેનાથી જીવ સૃષ્ટી શક્ય બની છે જેના વગર જીવન શક્ય નથી તેવા કુદરતી અને પ્રકૃતી નિર્મિત-નૈસર્ગીક છે તેવા તત્વોની પૂજા કરે છે. મૂર્તીપૂજામાં માનતા નથી પરંતુ પૂર્વજોના નામની સાગનાં કે સાગડાના લાકડામાથી ખાંભ (ખૂટડા) બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.

પ્રકૃતિપૂજક રાઠવા સમુદાયના દેવ એટલે પીઠોરા દેવ

આ આદીવાસીઓ જીવતા જાગતા દેવની પૂજા કરે છે. પીઠોરા દેવની કોઈ મૂર્તી નથી હોતી, તેનું માત્ર દીવાલ પર ચીત્રરૂપી લખાણ લખવામાં આવે છે. પીઠોરા એક લિપિ છે. આ પીઠોરા દેવ દરેક આદીવાસી હોળીના સમયે પોતાના ઘરમાં લખાવે છે. આ પીઠોરા લખાવવા પાછળનો હેતુ સુખ, શાંતી અને સમૃધ્ધી મળે તે માટે જ પીઠોરા દેવને લખવામાં આવે છે. પીઠોરા ચિત્રમાં દોરવામાં આવતા દરેક ચિત્ર પાછળ એક રહસ્ય છે. આ ચિત્રમાં સમગ્ર સૃષ્ટીનું ચિત્રણ કરવામાં આવે છે.  સૂર્ય દેવ તરફ જળ જંગલ જમીનની સાથે દીવસ દરમીયાન કરવામાં આવતી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે જ્યારે ચંદ્ર દેવ તરફ રાત્રી દરમીયાન કરવામાં આવતી તમામ ક્રીયાઓને દર્શાવવામાં આવે છે. આ બધા ચિત્રો લખારા દ્વારા લખવામાં આવે છે. પીઠોરા જ્યારે લખાતા હોય છે ત્યારે આદીવાસીઓ દેવના આગમનને વધાવવા ગાન કરતાં હોય છે. સાથે સાથે આદિવાસી ઢોલ વગાડીને નાચગાન કરીને પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકારે છે. ત્યારબાદ બળવા (ભુવા )દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ ચિત્રો જે લખવામાં આવે છે તે દેવી દેવતાઓ તેને વાંચી લે છે. આ ચિત્રમાં કળા અને સંસ્કૃતીનો સમન્વય કરેલો છે. આ પીઠોરામાં નાના જીવ એવા કીડી થી લઈને મોટા જીવ એવા હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે નવા જમાના પ્રમાણે જેમ જેમ સુખ સમૃધ્ધી વધતી ગઈ તેના પણ ચિત્રો  પીઠોરામાં દોરવામાં આવે છે. આ પીઠોરા લખાવની સુખ શાંતી માટેની ગાન કરીને પ્રાર્થના કરે છે.

ગામના જુદા જુદા જેટલા દેવ દેવીઓની પેઢી બદલવાની ઉજવણી કરાઈ છે

આદીવાસીઓમાંજુદી જુદી પરંપરાઓ ચાલી આવે છે. જેને તેઓ હજુ પણ ચલાવી રહ્યા છે. આવે એજ એક અનોખી દેવાની પેઢી બદલવાની પરંપરા ચાલી આવે છે અને આ પરંપરાની ઉજવણી છોટા ઉદેપુર જીલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવે છે. આ જીલ્લામાં મોટેભાગે રાઠવા સમુદાયના લોકો વસે છે. છોટા ઉદેપુર જીલ્લાના રાઠવા સમાજમાં ઇન્દ, પાનગુ,જુવારીયો ઇંદ જેવી પરંપરાઓની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હાલમાં જિલ્લાના વિવિધ ગમોમા દેવોની પેઢી બદલવાનો ગામના લોકો દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. ગામશાહી ઇંદમાં ગામના જુદા જુદા જેટલા દેવ દેવીઓની પેઢી બદલવાની ઉજવણી કરવામાં આવે છે. ગામના દરેક ફળીયામાં સ્થાપિત કરવામાં આવેલા દેવની પેઢી બદલવાનીવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગામના જુદા જુદા ફળીયામાંજુદા જુદા દેવને પ્રસ્થાપીત કરવામાં આવે છે અને વર્ષો સુધી તેની પૂજા કરવામાં આવે છે.આદીવાસીઓ દરેક દેવના પ્રતીકરૂપે સાગ અથવા સાદડના લાકડામાથી એક ખૂંટ ઘડવામાં આવે છે અને તેની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે. અહીંના આદીવાસીઓ મુર્તિપૂજામાં નહી પણ જીવતાજાગતા દેવાની પૂજામાં માને છે. આ આદીવાસીઓ સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર,પશુ પંખી, વૃક્ષ જેવા સજીવને દેવ માનીને તેની સ્થાપના કરીને પૂજા કરે છે.

સૌથી પહેલા ગામના લોકો અખાડાની સ્થાપના કરે છે

આ લોકો હોલિના દિવસે અપવાસ કરે છે. એક દીવસ સુધી ગામના લોકો રીતરીવાજ મુજબ ફક્ત બાફેલું જ ખાય છે. અને જમીન પર જ સુવે છે. જ્યાં સુધી દેવાની પેઢી બદલાઇ ના જાય ત્યાં સુધી આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. ગામમાં અનેક દિવસ સુધી ચાલતી ઉજવણીમાં સૌથી પહેલા ગામના લોકો અખાડાની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં જ્વારાની વાવણી કરે છે ત્યારબાદ એક કોરી ધોતીમાં જુદા જુદા  પ્રકારના અનાજના જ્વારાને છાણીયા ખાતરમાં ભેળવી એક કોરી ધોતીમાં લાકડામાથી બનેલ બળદ અને દેવને મૂકીને લાકડાના હળને પ્રતીકરૂપે ખેડ કરીને કરબડી મારી ગામને એ ખેતી સારી રહે તે માટે જ્વારાનું પ્રતિકાત્મક નિદામાન કરવામાં આવે છે. દેવના પ્રતિક (ખૂંટડા)ને ઘોડો બાધા  સાથે દેવોની જગ્યાએ પ્રસ્થાપીત કરવામાં આવે છે.  કન્યાઓને ગામની શેરીઓમાં ઢોલનગારા સાથે ફેરવવામાં આવે છે અને દરેક ઘરના લોકો આ કન્યાઓના આસ્થાપૂર્વક વધામણાં કરે છે.

ગામની સીમાડે જઈને કદમની ડાળીને વિધિવત્ રીતે કાપીને નાચગાન સાથે અખાડા લવાઈ છે

સાંજે આખા ગામના લોકોપારંપરીક વેશભૂષામાં નાચગાન કરતાં કરતાં ગામની સીમાડે જઈને કદમની ડાળીને વિધિવત્ રીતે કાપીને નાચગાન સાથે અખાડા ખાતે લાવવામાં આવે છે. ત્યાં અગાઉથી જ તૈયાર રાખવામા આવેલા  પાટલા,  માટલી, ,ઘડો, અને ડાંગરની પોટલીના વધામણાં બડવા દ્વારા કરવામાં આવે છે. ફેરા ફેરવીને ત્યારબાદ નક્કી કરવામાં આવેલી જગ્યાએ આ  ડાળીઓને રોપવામાં આવે છે. અને તેની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે આ પુજા બળવા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આખી રાત ગામના લોકો ઢોલ નગારા સાથે પ્રકૃતીના સાન્નિધ્યમાં નાચગાન કરવામાં આવે છ. ગામના દેવની પેઢી બદલવાની પરંપરાને આજના જમાનામાં પણ આદીવાસી સમાજ એ આદીકાળની જેમ જ ઉજવાતા છોટા ઉદેપુર જીલ્લામાં નજરે પડે છે.યુવાનો પણ આ જુનિ પરંપરા  સાચવી રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Holi Pithora gujarat ગુજરાત પિઠોરા pithora pictures
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ