વિજાપુર APMCની ચૂંટણીમાં પી.આઈ પટેલની પેનલની જીત થઈ, કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો
વિજાપુર APMCમાં પી.આઈ.પટેલની પેનલની જીત
14 બેઠકમાંથી કિસાન પેનલનો 9 પર વિજય
વિજાપુર APMCમાં ભાજપ પ્રેરિત પેનલની હાર
વિજાપુર APMCની ચૂંટણીમાં પી.આઈ પટેલની પેનલની જીત થઈ છે. જ્યારે ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ છે. વિજાપુર APMCમાં વેપારી વિભાગની 4 બેઠક પર પી.આઈ.પટેલની પેનલનો વિજય થયો છે. જેમાં 3 બેઠક પર પી.આઈ.પટેલ અને 1 બેઠક પર રમણલાલ પટેલના જૂથનો વિજય થયો.
ભાજપના જૂથને હારનો સામનો કરવા પડ્યો
કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો છે. તેમજ 5 બેઠક રમણલાલ પેટલ જૂથના ફાળે ગઈ છે. વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ સામે પી.આઈ.પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં પી.આઈ.પટેલની પેનલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે ભાજપના જૂથને હારનો સામનો કરવા પડ્યો છે.
વિજાપુર APMC
પી.આઈ.પટેલની કિશાન પેનલની 10માંથી 6 બેઠક પર જીત
વિજાપુર APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગનું પરિણામ જાહેર થયું હતું. APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 બેઠકનું પરિણામ જાહેર થયું હતું જેમાં પી.આઈ.પટેલની કિશાન પેનલની 10માંથી 6 બેઠક પર જીત થઈ હતી. ભાજપ પ્રેરીત રમણલાલ પટેલની પેનલની 4 બેઠક પર જીત થઈ છે. વેપારી વિભાગના પ્રથમ રાઉન્ડની ગણતરીમાં રમણ પટેલની પેનલ આગળ હતી અને પ્રથમ રાઉન્ડમાં પી.આઈ.પટેલને 11 મત, રમણ પટેલની પેનલને 14 મત મળ્યા હતાં જ્યારે વેપારી વિભાગની 4 બેઠક પર રમણ પટેલની પેનલ 3 મતથી આગળ હતી
જાણો શું છે હતો વિવાદ ?
વિજાપુર એપીએમસી ની ચૂંટણીના પડઘમ વચ્ચે રમણિકભાઈ પટેલની ઉમેદવારી મામલે ભાજપ અગ્રણીનો ઓડિયો વાયરલ થયો હતો. મહત્વનું છે કે, ઉમેદવારી નોંધાવવા મામલે બે ભાઈઓ બાખડયા હોવાનું સામે આવ્યું હતું. અસારવા વોર્ડ ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અને તેમના ભાઈ મુકેશ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. વિગતો મુજબ મુકેશ પટેલે રમણિક પટેલ નામના વ્યક્તિ પાસે વિજાપુર એપીએમસીમાં ફોર્મ ભરાવ્યુંની ચર્ચાઓ ચાલી હતી.