બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / જમીનથી હજારો ફૂટ ઉપર પાઇલટે ચાલુ ફ્લાઈટમાં ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, રોમેન્ટિક વીડિયો વાયરલ
Last Updated: 04:11 PM, 7 February 2025
Mid-Air Proposal Stuns Girlfriend: કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમા, બંધન હોતા નથી. એવું જ કંઇક હાલમાં બન્યું છે. એરોમેક્સિકોના એક પાયલટે તેની ગર્લફ્રેન્ડને, હવામાં પ્રપોઝ કર્યુ છે. અને આજીવનની એક રોમેન્ટિક યાદગાર પળ આપી છે. જ્યારે પાયલટે લાઉડસ્પીકર હાથમાં લઈને પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કર્યો ત્યારે મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, સોશિયલ મીડિયા યુઝર્સ આ પ્રપોઝલને અત્યાર સુધીનું સૌથી રોમેન્ટિક પ્રપોઝલ ગણાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં, પાયલટની ગર્લફ્રેન્ડ ફર્સ્ટ-ક્લાસ કેબિનમાં બેઠેલી જોવા મળે છે, તે આ આખી સરપ્રાઇઝથી તદ્દન અજાણ છે. જેમ જેમ પાયલટે તેના મનની વાત જાહેર કરી ત્યારે ન ફક્ત પાઇલટની ગર્લફ્રેન્ડ પણ ત્યાં હાજર સૌ મુસાફર પાયલટની હરકતથી પ્રભાવિત થયા.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં, પાયલટ કહે છે કે, "આજે, મેં એ વ્યક્તિનું સ્વાગત કર્યું જેણે મારું જીવન બદલી નાખ્યું છે - નોર્મા બાસુર્ટો તુ મારા પ્રેમ અને જીવનની કૉ-પાઇલટ છો. જે દિવસથી અમે મળ્યા છીએ તમે મારા માટે સ્પેશલ બની ગયા છો, મને ખબર હતી કે હું સાહસ હોય કે, તોફાન કે પછી સ્વચ્છ આકાશ હોય હુ જીવનની દરેક પળ તમારી સાથે ઉડવા માંગુ છું."
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પ્યુબિટી નામના યુઝરે શેર કર્યો છે જે શેર કર્યાના ગણતરીના જ કલાકોમાં લાખો લાઇક્સ મેળવી ચુક્યો છે. આ વીડિયો પર કમેન્ટ્સની પણ ભરમાર છે. એક યુઝર લખે છે, સારુ છે ફ્લાઇટમાં બે પાયલટ છે. તો અન્ય એક યુઝર લખે છે. જો કેબિનમાં બીજા પાયલટને હું ન જોત તો મારો જીવ અદ્ધર જ રહેત. અન્ય એક યુઝર લખે છે , ''જો આ યુવતીએ ના પાડી દીધી હોત તો બધા જ મુસાફરોના જીવ લેન્ડિંગ સુધી તાડવે ચોંટેલા રહેતા.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.