બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / pilgrims forced to return from char dham without visit including kedarnath

મહામુશ્કેલી / ચારધામ યાત્રામાં નિયમોના કારણે મુશ્કેલીઓનો અંબાર, દર્શન વગર પરત આવવા મજબૂર શ્રદ્ધાળુઓ

Premal

Last Updated: 06:05 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારધામ યાત્રા હવે એવા લોકો માટે માથાનો દુ:ખાવો બની છે, જે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી દર્શન કરવા માટે પવિત્ર ધામ જઇ રહ્યાં છે. અહીં દર્શન કર્યા બાદ પણ તીર્થયાત્રિઓને દર્શન કરવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ નથી.

  • ચારધામ યાત્રા હવે શ્રદ્ધાળુઓ માટે માથાનો દુ:ખાવો બની
  • શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર ઘરે પરત ફરવા મજબુર બન્યાં
  • શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડ સરકારને આપી કડક ચેતવણી

કારણકે દરરોજ માત્ર 800 શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટેની મંજૂરી છે. જેના કારણે 18 સપ્ટેમ્બરથી શરૂ થતી ચારધામ યાત્રાને લઇ ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ અને નિયમો પર ધારદાર સવાલ ઉભા થઇ રહ્યાં છે.

યાત્રાળુઓએ ઉત્તરાખંડ સરકારને આપી ચેતવણી

ચારધામ યાત્રા પર આવેલા વૃદ્ધ યાત્રાળુઓ હવે હાથ જોડીને ઉત્તરાખંડ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી રહ્યાં છે કે તેમને ચારધામના દર્શન કરવા દેવામાં આવે. પ્રવાસીઓ ત્રણ-ચાર દિવસથી કેટલાંક કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પણ પરેશાન છે. કોઈ જગ્યાએ ખાવાનું મળતુ નથી તો કોઈ જગ્યાએ ઉંઘવાની જગ્યા પણ નથી. જે લોકોને ચારધામમાં દર્શન કરતા રોકવામાં આવે છે તેવા તીર્થયાત્રાળુઓએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો ઉત્તરાખંડ સરકાર નહીં જાગે તો ભવિષ્યમાં કોઈ પણ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ જશે નહીં. ઘણાં રાજ્યોમાંથી નાગરિકો ચારધામના દર્શન કરવા માટે જઇ રહ્યાં છે. પરંતુ ઈ-પાસ અને દેવાસ્થાનમ બોર્ડ પાસ વગર યાત્રાળુઓને દર્શન કરતા અટકાવે છે. જેના કારણે યાત્રાળુઓએ હોબાળો શરૂ કર્યો છે.

શ્રદ્ધાળુઓના ધસારાના કારણે પરેશાની વધી

ઉત્તરાખંડ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોની કોઈ જગ્યાએ સચોટ માહિતી આપવામાં આવી નથી. યાત્રાળુઓનું કહેવુ છે કે રસ્તામાં પ્રવાસ કરતા આખો દિવસ વિતી જાય છે. લોકોએ મજબુરીના કારણે ગાડીમાં ઉંઘી જવુ પડે છે. બદ્રીનાથમાં ઈ-પાસવાળા યાત્રાળુઓ પહોંચી ના શકતા બીજા યાત્રાળુઓને મેન્યુઅલ પાસ બનાવવામાં આવી રહ્યાં છે. જેનાથી થોડી રાહત થઇ છે. જોકે, મેન્યુઅલ પાસની સંખ્યા પણ એક હજાર નક્કી કરવામાં આવી છે. કેદારનાથ ધામમાં પણ શ્રદ્ઘાળુઓને ઈ-પાસની મુશ્કેલી પડી રહી છે. અહીં  પણ મેન્યુઅલ પાસ બની રહ્યાં છે. પરંતુ શ્રદ્ધાળુઓના ધસારાના કારણે પરેશાની વધી છે.

ઘર બેઠાં રજીસ્ટ્રેશનના કારણે મુશ્કેલી વધી

આ મુશ્કેલીનું કારણ એવા લોકો પણ છે, જેણે ઘર બેઠાં ઘણાં રજીસ્ટ્રેશન કરાવ્યાં છે. પરંતુ ચારધામની યાત્રા કરતા નથી. જેના કારણે રજીસ્ટ્રેશન બ્લોક થયા છે. આ મુશ્કેલીથી બચવા માટે વહીવટી તંત્રએ ઘટનાસ્થળે રજીસ્ટ્રેશન કરવાની જરૂર છે. કારણકે વાસ્તવિક સ્થિતિ મુજબ તીર્થયાત્રાળુઓને મોકલવામાં આવે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ