બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:44 PM, 8 August 2024
દેશમાં ડાયાબિટીસના વધતાં જતાં ડાયાબિટીસના કેસોને લઈને સુ્પ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઈ છે. અરજીમાં સુપ્રીમને પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેકેજ ચેતવણી લેબલ્સ (એફઓપીએલ) ફરજિયાતપણે લાગુ કરવા જણાવ્યું છે માંગણી કરવામાં આવી હતી. કંપનીઓ તેમના ફૂડ પેકેજ્ડ પર સુગર અને ફેટની માહિતી આપે તેમને તેનો આદેશ આપવામાં આવે જેથી લાખો લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચાવી શકાય. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને FOPLનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવો જોઈએ.
ADVERTISEMENT
ચાર અઠવાડિયામાં જવાબ
ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે તમામ પક્ષકારોને નોટિસ જારી કરીને આ અરજી પર ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 27 ઓગસ્ટે થશે. આ અરજી એડવોકેટ રાજીવ શંકર દ્વિવેદી દ્વારા "3S એન્ડ અવર હેલ્થ સોસાયટી" નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : દિલસ્પર્શી ! મહિલા ખેલાડીએ રમત પૂરી કરીને તરત સ્ટેડિયમમાં કરી સગાઈ, જુઓ વીડિયો
પીઆઈએલમાં શું માંગ કરાઈ?
પીઆઈએલ તમામ પ્રકારના પેકેજ્ડ ફૂડ્સ પર વિગતવાર લેબલિંગ ચીપકાવીને પેકેજ્ડ ફૂડ્સમાં વપરાતી ખાંડ, મીઠું અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ સ્પષ્ટપણે દર્શાવવાનું કહેવાયું છે. આવી માહિતી ગ્રાહકોને પેકેજ્ડ ફૂડ પસંદ કરવા માટે સશક્ત બનાવશે. આનાથી લોકોમાં ડાયાબિટીસ અને અન્ય બિન-સંચારી રોગો (NCDs) ના ફેલાવાને ઘટાડવામાં મદદ મળશે.
ભારતમાં કેટલા લોકોને ડાયબિટીસ અને સ્થૂળતા
સર્વે દર્શાવે છે કે 2015-16માં મહિલાઓમાં સ્થૂળતા 20.6 ટકા હતી, જે હવે વધીને 24 ટકા થઈ ગઈ છે. પુરુષોમાં પણ તે 18.4 ટકાથી વધીને 22.9 ટકા થઈ છે. જૂન 2023 સુધીમાં ભારતમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા. દેશમાં 31.5 કરોડ લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાય છે અને 25.4 કરોડ લોકો સ્થૂળતાથી પીડાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT