બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:13 PM, 12 October 2022
ADVERTISEMENT
આજકાલ સોશિયલ મીડિયો પર ચિત્ર-વિચિત્ર પોસ્ટ લોકો કરી રહ્યાં છે અને એટલું જ નહીં ઓડિયન્સ તેના પર રિએક્ટ પણ કરી રહી છે. ત્યારે વધુ એક આવી અવનવી પોસ્ટ સામે આવી છે. કોઇ એક વ્યક્તિએ પ્રેશર કૂકરને ફ્રીઝનમાં મૂકીને તેનો ફોટો પોસ્ટ કર્યો જેમાં લોકો પોસ્ટનાં કમેન્ટ બોક્સમાં ઝઘડો કરવાં માંડ્યા છે. આ પોસ્ટ જોઇને તમને પણ કોઇ એક પક્ષ પસંદ કરી ડિબેટમાં ઊતરવાનું મન થઇ જશે.
Asked my flatmate to keep leftover dal and rice in fridge.
— Rakshit Baveja (@rakshitbaveja) October 6, 2022
Woke up to this, GM! pic.twitter.com/f1tLwY1itN
ADVERTISEMENT
આ તસવીરએ મચાવી ધૂમ
પરિવાર સાથે રહેતાં લોકોને આ તસવીર થોડી વિચિત્ર લાગતી હશે પરંતુ કોલેજીયન કે અવિવાહિતો માટે આ નવી ઘટના ન પણ હોય. ટ્વિટર યૂઝર રક્ષિત બાવેજાએ આ પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું 'મેં પોતાના ફ્લેટમેટને બચેલી દાળ અને ભાતને ફ્રીજમાં રાખવા કહેલું હતું અને જ્યારે હું ઊઠ્યો તો આવો નજારો જોવા મળ્યો. ગુડ મોર્નિંગ.'
આ પોસ્ટને 7,900થી પણ વધુ લાઇક અને રીટ્વીટ મળ્યાં છે. વાયરલ થયેલ આ તસવીરે લોકોને વિવિધ કમેન્ટ્સ કરવા પણ પ્રેરિત કરી છે. ઘણાં યૂઝર્સ તો ફોટો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં ડીબેટ પણ કરી રહ્યાં છે.
લોકોએ આપ્યાં આવા પ્રતિભાવો
એક યૂઝરે લખ્યું કે 'તેને રાખવાની આ એકમાત્ર રીત છે કારણકે મોટાભાગના લોકો ફાલતૂમાં વાસણોં યૂઝ કરવા માંગતા નથી કારણકે તેને પછી ધોવા પડે છે. સાથે જ તમે સરળતાથી ફરીથી જમવાનું ગરમ કરી શકો છો. નિશ્ચિતરૂપે આ તમારા માટે આરામદાયક છે.'
કમેન્ટ સેક્શનમાં આપી સલાહ
આ કમેન્ટનો જવાબ આપતાં પોસ્ટ શેર કરનારા યૂઝર બવેજાએ મજાકમાં કહ્યું કે 'તમે અને મારા ફ્લેટમેટ કૃપા કરી એક સાથે રહો' એક બીજા વ્યક્તિએ તો કહ્યું કે 'આવું કરવામાં ખોટું શું છે? શું થઇ જશે જો તમે બીજા દિવસે કૂકર કે પૈનમાં કંઇક બીજું પકવવા ઇચ્છો છો? તમારે એક એક્સ્ટ્રા વાસણ યૂઝ કરવું પડશે. જો તમે આ વાસણને વોશ બેસિનમાં આવું જ મૂકી દીધું તો તેને ધોવામાં મુશ્કેલી પડશે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.