કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટ પર પિચકારીના ડાઘ
અમદાવાદમાં મેટ્રો થોડા દિવસ અગાઉ જ દોડતી થઈ છે. મેટ્રો શહેરના કેટલાક રૂટ પર ધમધોકાર દોડી રહી છે. લોકોને શહેરની મુસાફરી કરવા માટે વરદાન સમાન સાબિત થઈ રહી છે.મેટ્રો અમદાવાદીઓની સુખાકારીમાં એક બીડુ ગણાવી શકાય. આજે લોકો મેટ્રોની મુસાફરી કરી ઝટ-પટ એકથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે મેટ્રો સ્ટેશનને લઈ ફરી એક સમસ્યા સર્જાઈ રહી છે અને તે છે ગંદકીની. પાન મસાલા ખાનારાઓ મેટ્રો સ્ટેશન પર જ્યાં ત્યાં પીચકારી મારી ગંદકી કરવાનો શરૂ કરી દીધો છે. મેટ્રો સ્ટેશનમાં પાન-મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવી રહ્યા છે. માવાએ મેટ્રો સ્ટેશનની હાલત ખરાબ કરી છે.
મેટ્રો સ્ટેશન પર પાન-મસાલાની પિચકારીઓ
અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો મેટ્રો પ્રોજેક્ટનો માવા-મસાલા ખાનારાને ભાન જ ન હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. મેટ્રો સ્ટેશન પર માવાના બંધાણીઓના કારણે જોવા મળી રહ્યું છે ગંદકી સામરાજ્ય. મેટ્રો રેલ શરૂ થયાને માત્ર ગણતરીના જ દિવસોમાં થયા છે ત્યા તો માવા-મસાલાના બંધાણીઓનો ત્રાસ સામે આવી ગયો છે. જેમને મેટ્રોની સુવિધા પ્રત્ય ભાન જ ના હોય તેવી રીતે સ્ટેશનમાં પીચકારી મારી ગંદકી ફેલાવી રહ્યાં છે. માવાના બંધાણીઓએ સ્ટેશન પર મારી પાન-માવાની પિચકારી તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે તે બાબતે શહેરીજનોમાં ચર્ચા પણ થઈ રહી છે.
મોટેરા મેટ્રો સ્ટેશનનો વીડિયો વાયરલ
મોટેરા મેટ્રો સ્ટેશનમાં પાન-માવાની પીચકારી મારીલી દેખાય છે તે બાબતનો એક વીડિયો વાયરલ થયો છે અને જે વીડિયો પર લોકો ભરપૂર કોમેન્ટ કરી પાન-માવાના બંધાણીઓને અને તંત્રને સવાલ પણ કરી રહ્યા છે. જેમાં લોકો કહે છે કે, સરકારી સંપત્તિને ખરાબ કરનારાઓ સામે એક્શન કેમ નથી લેવાઈ રહી?, તો વળી બીજો સવાલ એવો પણ કરી રહ્યાં છે કે, શું લોકો જાતે પોતાની જવાબદારી ન સમજી શકે? જે બાબતે લોકો સોશિયલ મીડિયામાં વિવિધ સવાલ કરી રહ્યા છે જેવા કે, આવી પિચકારી મારતા લોકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું મેટ્રોમાં જતા સમયે લોકોની તપાસ કરવામાં નથી આવતી? તપાસ કરવામાં આવે, તો લોકો માવો ખાઈને અંદર પ્રવેશ કેવી રીતે મેળવે છે? આ સમગ્ર બાબતે લોકો પોતાની જવાબદારી ક્યારે સમજે તે જોવો રહ્યો.