બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TRAI આપી રહ્યું છે ત્રણ મહિનાનું ફ્રી રિચાર્જ, મેસેજ પર PIBનું ફેક્ટ ચેક, ખુલાસો આંખ ઉઘાડતો
Last Updated: 09:52 AM, 5 November 2024
જ્યારથી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ રિચાર્જ મોંઘા કર્યા છે, ત્યારથી સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધ્યો છે. સાથે જ સાયબર ઠગ્સે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેઓ લોકોને છેતરવા માટે એક નવી રીત લઈને આવ્યા છે.
ADVERTISEMENT
અત્યારે ઘણા લોકોને એવા મેસેજ મળી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી) 3 મહિના માટે ફ્રી રિચાર્જ આપી રહી છે. જો કે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને TRAI દ્વારા આવા કોઈ ફ્રી રિચાર્જની જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ માહિતી PIB ફેક્ટ ચેક દ્વારા શેર કરવામાં આવી છે. પીઆઈબીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'ટ્રાઈના નામે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ સંપૂર્ણ રીતે ફેક મેસેજ છે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.' વાત એમ છે કે આ મેસેજની સાથે યુઝર્સને એક લિંક આપવામાં આવે છે અને તેના પર ક્લિક કરવાથી તે તેમને બીજી જગ્યાએ લઈ જાય છે. આ જ કારણ છે કે આ સંપૂર્ણ રીતે ફેક મેસેજ છે.
ઘણા ફેક મેસેજમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે TRAI 3 મહિના માટે ફ્રી રિચાર્જ આપી રહ્યું છે જેમાં 200GB સુપર ફાસ્ટ 4G/5G ડેટા મળશે. સાથે જ લોકો અનલિમિટેડ કોલિંગ પણ કરી શકશે. આ મેસેજ સાથે એક લિંક પણ આપવામાં આવે છે.
સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે આ બધાથી બચવા માટે કોઈપણ અજાણ્યા સોર્સથી મળેલ લિંક પર ક્યારેય ક્લિક ન કરો. જો કોઈ મેસેજ દ્વારા લાભ આપવાનો દાવો કરે છે, તો તેનું ફેક્ટ ચેક કરો. સાયબર સુરક્ષા અંગે સતર્ક રહો અને આવી લિંક તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરશો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT