બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pib fact check revealed fraud mail circulating about it return refund mail

ફેક્ટ ચેક / ઇન્કમટેક્સ રિફન્ડના નામે આવ્યો છે email, તો ચેતી જજો, નહીં તો થશે બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક

Bijal Vyas

Last Updated: 09:09 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઇબર ફ્રોડ ઇનકમ ટેક્સ વિભાગની ઓફિશિયલ ઇ-મેઇલ અને વેબસાઇટથી સરખા મળી આવતા નામોથી તમને રિફન્ડ લેવાની લાલચ આપી રહી છે

  • એક પ્રકારનો સાઇબર ફ્રોડનો ટ્રેપ હોઇ શકે છે
  • આઇટી રિફન્ડના ફર્જી SMS અને વોટ્સએપ મેસેજ થી પણ લોકોને ફસાવી શકે છે
  • આવો કોઈ મેઈલ આવે તો તે ખોલવો નહીં

શું તમારી પાસે પણ ઇન્કમ ટેક્સ વિભાગનો કોઇ રિફન્ડનો ઇ-મેઇલ અથવા મેસેજ આવ્યો છે? જો હા તો સાવધાન થઇ જાઓ. આ એક પ્રકારનો સાઇબર ફ્રોડનો ટ્રેપ હોઇ શકે છે. આમ કહેવામાં આવી રહ્યું છે કારણ કે સાઇબર ઠગ ઇનકમ ટેક્સ વિભાગમાં રજીસ્ટર્ડ તમારા ઇમેઇલને ઠગી માટે સતત નિશાના બનાવી રહી છે. સાઇબર ફ્રોડ ઇનકમ ટેક્સ વિભાગની ઓફિશિયલ ઇ-મેઇલ અને વેબસાઇટથી સરખા મળી આવતા નામોથી તમને રિફન્ડ લેવાની લાલચ આપી રહી છે. તે માટે તમારે ઇમેઇલ પર એક લિંક મોકલે છે. જેના પર ક્લિક કરીને તમારી ડિટેલ્સ વેરિફાઇ કરશો તો તમારા એકાઉન્ટ એક્સેસ તેમની પાસે જતુ રહેશે. 

તાજેતરમાં જ PIB ફેક્ટ ચેક દ્વારા આ મેઇલનો ખુલાસો કર્યો છે અને તે લિંકને ના ખોલવાની સલાહ આપી છે. સાઇબર એક્સપર્ટ અનુસાર, આ એક રીતની ટ્રેપ છે. જો કોઇ આ ઇમેલને ખોલવાની સાથે જ તેઓ મોટા ઠગીના શિકાર બની શકે છે. સાઇબર ફ્રોડ ફક્ત ઇ-મેઇલ જ નહીં, આઇટી રિફન્ડના ફર્જી SMS અને વોટ્સએપ મેસેજ થી પણ લોકોને ફસાવી શકે છે. 

 

સાવધાન રહો 
સાયબર એક્સપર્ટ્સે અપીલ કરી છે કે આવો કોઈ મેઈલ આવે તો તે ખોલવો નહીં. તેઓએ કહ્યું છે કે, આવા કોઈપણ મેસેજ પર ધ્યાન આપવાની જરૂર નથી…તથા કોઈ લિંક પર ક્લિક કરીને પણ ના ખોલવી અને ના તો કોઈ એટેચમેન્ટ ખોલવુ. જો તમે આમ કરશો તો તમારી નાની ભૂલથી તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ માટે તમારે પહેલા આવનારા ઈ-મેઈલનું ડોમેન નેમ કાળજીપૂર્વક ચેક કરવુ જોઈએ. ઘણા નકલી ઈ-મેઈલના સ્પેલિંગ ખોટા હોય છે અથવા તે આવકવેરા વિભાગની વેબસાઈટના ખોટા સાઉન્ડિંગ વેરિએન્ટ્સ હશે. તો તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે આ ફેક મેસેજ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

E-mail PIB fraud mail ઇમેઇલ ફ્રોડ લિંક સાઇબર Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ