બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અય્યાશ ડોક્ટર ! પત્નીને ઈન્જેક્શનથી મારી, ફૂલ જેવી બે દીકરીઓનું ગળું દબાવ્યું, એક્સિડન્ટનું નાટક

ટ્રિપલ મર્ડરથી ચકચાર / અય્યાશ ડોક્ટર ! પત્નીને ઈન્જેક્શનથી મારી, ફૂલ જેવી બે દીકરીઓનું ગળું દબાવ્યું, એક્સિડન્ટનું નાટક

Last Updated: 05:28 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશમાં પત્ની અને બે નાની છોકરીઓની હત્યા કરનાર ડોક્ટરની ધરપકડ થઈ છે. ડોક્ટરે ત્રણેયની હત્યાને એક્સિડન્ટમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઈ ગયો.

આડાસંબંધોને કારણે માણસ પોતાના પરિવારને ખતમ કરી નાખતાં પણ અચકાતો નથી. ગર્લફ્રેન્ડના ફેરામાં ફસાયેલા એક યુવાને પોતાની પત્ની અને બે વ્હાલસોયી ફૂલ જેવી દીકરીઓને મારી નાખી અને ભયાનક હત્યાકાંડને એક્સિડન્ટમાં ખપાવવો ગયો પરંતુ કહેવાય છે ને કે ખોટો ક્યારેક છુપો રહેતો નથી અને આખરે તેની ભૂલે તેને પકડાવી દીધો.

ડોક્ટરે આખા પરિવારની હત્યા કરી નાખી

આંધ્રપ્રદેશમાં એક ડોક્ટરે ગેરકાયદેસર સંબંધોના કારણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. ફિઝિયોથેરાપિસ્ટ બી. પ્રવીણે તેની પ્રેમિકા સાથે રહેવા માટે તેના પરિવારની કતલ કરી નાખી. સૌથી પહેલા તેણે તબિયતને બહાને પત્નીને ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખી ત્યાર બાદ 5 અને 3 વર્ષની પુત્રીઓ કૃષિકા અને કૃતિકાનું નાક અને મોં દબાવીને હત્યા કરી હતી પછી આખા હત્યાકાંડનુ નાટક કરવા ગયો પરંતુ તેમાં ભૂલ થઈ જતાં 45 દિવસ બાદ પકડાયો હતો.

હત્યાકાંડ બાદ એક્સિડન્ટનું નાટક

પ્રવીણે ટ્રિપલ મર્ડર એવી રીતે અંજામ આપ્યો હતો કે તે દોઢ મહિના સુધી સામાન્ય જીવન જીવતો હતો અને તેની કોઈને ખબર પણ ન પડી. જ્યાં સુધી તે પોલીસના હાથે ન પકડાયો ત્યાં સુધી કોઈએ તેના પર શંકા પણ કરી ન હતી. તેણે 28 મેના રોજ આ ગુનો કર્યો હતો અને હવે તે પકડાઈ ગયો છે. ભયાનક હત્યાકાંડ બાદ પ્રવીણે તેમની લાશો કારમાં લઈ ગયો હતો અને કારને ઝાડ સાથે ટકરાવીને એક્સિડન્ટનું નાટક કર્યું હતું.

ઈન્જેક્શનથી ખુલ્યો ડોક્ટરનો ભેદ

આ દુર્ઘટનાના ખુલાસા પર પોલીસે કહ્યું કે 'અમને પત્ની કુમારીના શરીર પર સોયના નિશાન મળ્યા, જેના કારણે અમને શંકા થઈ. કુમારી અને બાળકોના શરીર પર અન્ય કોઈ નિશાન ન હતા. આ પછી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ પછી જ્યારે તપાસ ટીમ અકસ્માત સ્થળ પર પહોંચી તો ત્યાં એક ઈન્જેક્શન મળી આવ્યું હતું. તે કારમાંથી મળ્યું હતું જે સંકેત આપે છે કે કદાચ કંઈક ખોટું થયું છે.

વધુ વાંચો : VIDEO : ફૂલ સ્પીડે કાર ચલાવતાં કપલ ખોવાયું મસ્તીમાં, ખોળામાં બેસાડીને ગર્લફ્રેન્ડને કિસ

હોસ્પિટલની યુવતી સાથે પ્રેમમાં પડ્યો

આરોપી ડોક્ટર પ્રવીણ તેની હોસ્પિટલમાં કામ કરતી એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે રહેવા માટે પરિવારની હત્યા કરી નાખી. હત્યાકાંડ બાદ તે ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો પરંતુ આખરે તેનો ભેદ પકડાઈ ગયો. પ્રવીણે ગુનો કબૂલી લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Physiotherapist Praveen Physiotherapist Praveen wife killing Physiotherapist Praveen murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ