પ્રસિદ્ઘ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે થયું નિધન

By : juhiparikh 10:43 AM, 14 March 2018 | Updated : 10:51 AM, 14 March 2018
ભૌતિકશાસ્ત્રના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. હૉકિંગના પરિવાર તરફથી બુધવારના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું. હૉકિંગના બાળકો લૂસી, રોબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યુ કે, પિતાના મૃત્યુથી અમે લોકો અંત્યત દુ:ખી છીએ. 

ઉલ્લેખનીય છે કે,  સ્ટીફન હૉકિંગે બ્લેક હૉલ અને બિગ બેન્ગ સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.સ્ટીફન હૉકિંગ પાસે 12 ડિગ્રીઓ હતી. હૉકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યુ હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ચર્ચાનો વિષય બન્યુ હતું.

1974માં બ્લેક હૉલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટીફન હૉકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટીફન હૉકિંગના મગજ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતું. સ્ટીફન હૉકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.

પોતાની સફળતાનું રહસ્ય શેર કરતાં સ્ટીફને એક વાર જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિક બનવામાં તેમની બીમારીનું મોટું યોગદાન છે. બીમારી પહેલા તે અભ્યાસ પર વધારે ધ્યાન નહોતા આપતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહીં શકે, માટે તેમણે સંપૂર્ણ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. મૃત્યુ વિષે તેમણે જણાવ્યુ હતું કે, હું મોતથી ડરતો નથી, મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ તે પહેલા મારે બીજા ઘણાં કામ કરવાના છે.

સ્ટીફન હૉકિંગ એક દુર્લભ બિમારી amyotrophic lateral sclerosis (ALS) થી ગ્રસિત હતા. આ બિમારીના કારણે તેમના શરીરના તમામ અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતુ. હૉકિંગ જ્યારે ઓક્સફર્ડના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે સીઢીઓ ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ધીમે-ધીમે આ સમસ્યા એટલી વધી ગઇ કે તેમને બોલવામાં પણ મુશ્કેલી પડવા લાગી. ALSને કારણે દર્દીની મૃત્યુ થઇ જાય છે. સ્ટીફનની ઉંમર જ્યારે 21 વર્ષની હતી, ત્યારે તેમણે આ બિમારી થઇ હતી. તે સમયે ડૉક્ટરોએ જણાવ્યુ કે, સ્ટીફન હૉકિંગ 2 વર્ષથી વધારે નહી જીવી શકે અને તેમની જલ્દીથી મૃત્યુ થઇ જશે.Recent Story

Popular Story