બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા-વીડિયો વેચાવા મૂકાતાં ખળભળાટ, ભાવ 1થી 3 હજાર, ખુલ્યું મોટું કૌભાંડ

બેહદ શર્મનાક / મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા-વીડિયો વેચાવા મૂકાતાં ખળભળાટ, ભાવ 1થી 3 હજાર, ખુલ્યું મોટું કૌભાંડ

Last Updated: 05:09 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં અધમતાની હદ કહી શકાય તેવો એક મોટો કાંડ સામે આવતાં ખળભળાટ મચ્યો છે.

કલ્પના કરો કે તમે એક મહિલા છો, સેંકડો કિલોમીટર દૂરથી મહાકુંભમાં ડૂબકી લગાવવા આવ્યાં છો અને કેટલાક વિકૃત લોકો આવા મોટા ધાર્મિક અને પવિત્ર પ્રસંગમાં આવતી મહિલાઓના નાહતાં ફોટા અને વીડિયો ઉતારી લે અને પછી તેને સોશિયલ મીડિયામાં વેચવાં મૂકે? સાંભળતાં જ હૈયું કંપી જાવ તેવું છે પરંતુ આ બન્યું છે. મહાકુંભ સમાપનના થોડા જ દિવસો પહેલાં એક મોટો કાંડ સામે આવ્યો છે જેમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી રહેલી મહિલાઓના ફોટા અને વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યાં અને પછી તેને સોશિયલ મીડિયા પર વેચવા મૂકાયાં હતા એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં ચેક અપ માટે આવેલી મહિલાઓના ખાનગી પાર્ટના ફોટા પણ રેકોર્ડ કરી લેવાયાં હતા. આટલા મોટા પવિત્ર અને ધાર્મિક પ્રસંગને પણ ન છોડાયો એ અધમતાની હદ કહેવાય.

કોણે કર્યો ખુલાસો

એક ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં એવું જણાયું કે મહિલાઓના સ્નાન કરતાં વીડિયો અને ફોટાઓને ગંગા રિવર ઓપન બાથિંગ ગ્રુપ અને હિડન બાથ વીડિયો ગ્રુપ અને ઓપન બાથ વીડિયો જેવા નામોથી ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યાં છે.

શું બન્યું કુંભમાં

કુંભમાં વિકૃતીની હદ કહી શકાય તેવા એક બનાવમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો અને ફોટા રેકોર્ડ કરવામાં આવ્યાં હતા અને તેને ટેલિગ્રામ સહિતની બીજી ચેનલો પર વેચવા મૂકાયાં હતા.

મહિલાઓના સ્નાનના વીડિયો જોવાનો ભાવ 3000 રુપિયા

આવા ઘણા વીડિયોમાં મહાકુંભમાં સ્નાન કર્યાં બાદ મહિલાઓ કપડાં બદલતી અથવા ટૂવાલ્સ વીંટાળેલી હાલતમાં જોવા મળી રહી છે. આવી ટેલિગ્રામ ચેનલ જોવા માટેની કિંમત 1999 થી 3000 રુપિયા રાખવામાં આવી છે.

પહેલા એક છોકરીનો વીડિયો બનાવાયો

ભીડ વચ્ચે એક છોકરી નદીમાં સ્નાન કરી રહી છે. તેનો કુર્તો પાછળથી ઊંચો થઈ ગયો હતો તેની તેને ખબર નહોતી. છોકરીનો વીડિયો બનાવનાર વ્યક્તિ લાંબા સમય સુધી તેના કૂર્તા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કુંભના નામે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર '#mahakumbh2025', '#gangasnan', અને '#prayagrajkumbh' જેવા હેશટેગ્સ સાથે આવા જ વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યાં છે. ખતરનાક વાત એ છે કે આમાંના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલાઓના સ્નાન કરતા વીડિયોનો ઉપયોગ લોકોને ટેલિગ્રામ ચેનલો તરફ આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે.

ખુલ્લા સ્નાન" શબ્દ શોધનારાની સંખ્યામાં વધારો

ચોંકાવનારી વાત એ છે સ્નાન કરતી મહિલાઓના ફોટા અને વીડિયો જોનારાની પણ સંખ્યા વધી છે. 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન ટેલિગ્રામ પર "ખુલ્લા સ્નાન" શબ્દ શોધનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

શું છે તસવીરોમાં

ટેલિગ્રામ સહિતના બીજા સોશિયલ મીડિયામાં વેચવા મૂકાયેલા ફોટા અને વીડિયોમાં મહિલાઓ ટુવાલમાં લપેટીને કપડાં બદલતી અથવા પવિત્ર સ્નાન કરતી દેખાઈ રહી છે. સવીરોમાં, મહિલાઓના ખુલ્લા શરીરના ભાગોને લાલ રંગથી ઢાંકી દેવામાં આવ્યા છે. અને તેમને પૈસા ચૂકવવા અને સંપૂર્ણ વિડિઓ જોવા માટે અમારા ખાનગી જૂથમાં જોડાવાની લાલચ આપવામાં આવી રહી છે. મહિલાઓના સ્નાન કરવાના વીડિયો ઉપરાંત, હોસ્પિટલોમાં મહિલાઓના ખાનગી ચેકઅપના સીસીટીવી ફૂટેજ પણ શેર કરવામાં આવ્યાં છે. આ ઘટના સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો છે અને લોકોએ આવા વિકૃતીયાઓને કડક સજા કરવાની માગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Kumbh 2025 Maha Kumbh Maha Kumbh 2025 NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ