બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Photos: Before the Asia Cup, Hardik Pandya's new look went viral, fans said yes, have fun

Photos / એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાનો નવો લુક થયો વાયરલ, ફેન્સ બોલ્યા હા મોજ હા

Megha

Last Updated: 01:43 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની શરૂઆત થાય એ પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો નવો લુક સામે આવ્યો છે.

  • ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો નવો લુક સામે આવ્યો
  • આઈપીએલ પછીથી હાર્દિક પંડયા લગાતાર સારું પ્રદશન કરી રહ્યા છે
  • હાર્દિક પંડયાએ ટીમ ઈન્ડિયા માટે કુલ 67 ટી-20 મેચ રમી છે

કેલએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે 18 ઓગસ્ટથી વનડે સિરિઝ રમવા જઈ રહી છે પણ ટીમ ઈન્ડિયાના કોઈ પણ સિનિયર પ્લેયર આ સિરિઝનો હિસ્સો નથી કારણ કે 27 ઓગસ્ટના રોજ એશિયા કપ શરૂ થવા જઈ રહ્યા છે. 

એશિયા કપની શરૂઆત થાય એ પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો નવો લુક સામે આવ્યો છે.  હાર્દિક પંડયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને હાર્દિક પંડયાને આ લુક હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમે આપ્યો છે. 

હાલ તેનો આ લુક સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના આ લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ટી20 વર્લ્ડકપ 2021 પછી હાર્દિક પંડયા થોડા સમય માટે મેદાનથી બહાર રહ્યા હતા પણ આઈપીએલ 2022માં એમને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનીને ફરી એન્ટ્રી મારી હતી. એ પછીથી હાર્દિક પંડયા લગાતાર સારું પ્રદશન કરી રહ્યા છે. 

એશિયા કપમાં હવે દરેક લોકોની નજર હાર્દિક પંડયાના પર્ફોમન્સ પર રહેશે. હાર્દિક પંડયાનો રેકોર્ડ જોઈએ તો એમને ટીમ ઈન્ડિયા માટે કુલ 67 ટી-20 મેચ રમી છે અને કુલ 834 રન બનાવીને 50 વિકેટ પણ તેના નામે કરી છે. 

એશિયા કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીન), દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટકીન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya photos એશિયા કપ ટીમ ઈન્ડિયા હાર્દિક પંડયા Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ