બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:38 AM, 12 November 2024
Humpback Whale Eyes : સમુદ્રની અંદર જઈને દરિયાઈ જીવોને જોવાનો આનંદ ખરેખર કઇંક અલગ હોય છે. એમાં પણ જો સમુદ્રના પેટાળમાં ઉતરીને જો વ્હેલ માછલી જોવા મળી જાય તો તો મોજ પડી જાય. એવા કેટલાય લોકો હોય છે કે, જેમને સમુદ્રના પેટાળમાં જઈ દરિયાઈ જીવની તસવીર લેવાનો શોક હોય છે. હાલમાં પ્રખ્યાત ફોટોગ્રાફર રશેલ મૂરે એક યુવાન હમ્પબેક વ્હેલની આંખનો ખૂબ જ નજીકનો અને અદભૂત ફોટો લીધો છે જે તે વ્હેલની વાદળી આંખોની સુંદરતા અને ઊંડાઈને આશ્ચર્યજનક રીતે દર્શાવે છે.
ADVERTISEMENT
પ્રખ્યાત ફોટોગ્રાફર રશેલ મૂરે આ ફોટો 6 ઓક્ટોબર, 2024ના રોજ તાહિતી નજીકના સમુદ્રમાં લેવામાં આવ્યો હતો. આ ચિત્રમાં વ્હેલની આંખ બાજુથી બતાવવામાં આવી છે જે તેના વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને દર્શાવે છે. વ્હેલની આંખ પર બ્લબર (ચરબી)નું જાડું પડ હોય છે, જે દરિયાઈ સસ્તન પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે અને તે તેમના શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને રક્ષણ પૂરું પાડે છે.
ADVERTISEMENT
ફોટોગ્રાફર રશેલ મૂરે ક્લિક કર્યો છે ફોટો
પ્રખ્યાત ફોટોગ્રાફર રશેલ મૂરે યુવાન વ્હેલને "સ્વીટ ગર્લ" નામ આપ્યું હતું અને તેની ઉંમર ત્રણથી ચાર વર્ષની વચ્ચે હોવાનું અનુમાન કર્યું હતું. કમનસીબે આ ઘટનાના માત્ર બે દિવસ પછી વ્હેલ એક ઝડપી વહાણ દ્વારા અથડાઈ અને મૃત્યુ પામી.
વ્હેલની આંખનું અદ્ભુત ચિત્ર
રશેલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, આ અદ્ભુત જીવો સાથે તરવું એ એક વિશેષ વિશેષાધિકાર છે અને તેમનો આદર કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની જગ્યાનું સન્માન કરવું જોઈએ. ક્યારેય તેમનો પીછો કરવાની અથવા તેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા દબાણ કરવાની જરૂર નથી. કેટલીકવાર વ્હેલને ગમે છે. તેમની પોતાની શરતો પર વાતચીત કરવી તે મારા માટે એક સ્વપ્ન જેવું હતું અને તે મારા જીવનનો સૌથી સુંદર અનુભવ હતો કે તેણીએ મને તેની આંખોમાં છુપાયેલ સુંદરતા અને જીવનને પકડવાની તક આપી.
કમનસીબે વ્હેલ મૃત્યુ પામી
આ ફોટોને "ગેલેક્સીઝ ઇન હર આઇઝ" નામ આપવામાં આવ્યું હતું. રશેલે આગળ લખ્યું કે, દુઃખની વાત છે કે, ઝડપભેર ચાલતા જહાજ સાથે અથડાવાને કારણે જીવન હવે રહ્યું નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેણે ઘણા લોકોના દિલને સ્પર્શી લીધું છે અને તમારી મદદથી તેની આંખોની આ તસવીર હવે લાખો લોકો સુધી પહોંચી ગઈ છે. હું આશા રાખું છું કે તેની ઉદાસી વાર્તા ખરેખર પરિવર્તન લાવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વ્હેલ મુખ્યત્વે વ્હેલની મોસમ દરમિયાન જોવા મળે છે ત્યાંના જહાજો પરની ઝડપ મર્યાદા અંગે.
પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયાઓ આપી
આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, "ખરેખર અદ્ભુત, મેં આવું પહેલા ક્યારેય જોયું નથી." બીજાએ લખ્યું: "તે હૃદયદ્રાવક છે કે અમે તેની સાથે આવું કર્યું, તે ફક્ત તેના ઘરમાં સ્વિમિંગ કરી રહી હતી. આ તેની સલામત જગ્યા હોવી જોઈએ." ત્રીજા યુઝરે કહ્યું, "વ્હેલનો આ અનુભવ મેળવવો રસપ્રદ રહ્યો હશે - જેમ કે મચ્છર તમારી આંખની નજીક આવે છે અને થોડીવાર રહે છે, પછી અચાનક એક તેજસ્વી પ્રકાશ આવે છે અને તે ઉડી જાય છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.