બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સેક્સ સાથે જોડાયેલ આ 5 બાબતોને ભૂલથી પણ સત્ય ન માનતા, નહીંતર લેવાના દેવા થઈ જશે!

photo-story

6 ફોટો ગેલેરી

રિલેશન ટિપ્સ / સેક્સ સાથે જોડાયેલ આ 5 બાબતોને ભૂલથી પણ સત્ય ન માનતા, નહીંતર લેવાના દેવા થઈ જશે!

Last Updated: 09:58 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સેક્સ વિશે ઘણી બધી અફવાઓ ફેલાયેલી છે, જેના પર આજે પણ લોકો વિશ્વાસ કરે છે. કારણ કે આ વિષય પર ક્યારેય ખુલ્લેઆમ વાત થતી નથી એટલે લોકોમાં ઘણીવાર આ મૂંઝવણ રહે છે. આવો જાણીએ સેક્સ સાથે જોડાયેલી એવી જ 5 અફવાઓ વિશે.

1/6

photoStories-logo

1. અફવાઓ પાછળની હકીકત

સેક્સને આપણા સમાજમાં આજે પણ એક 'ટેબૂ' વિષય માનવામાં આવે છે. એટલે જ આ વિષય પર ખુલ્લેઆમ કદી વાત થતી નથી, જેનું પરિણામ છે લોકોને સેક્સ વિષે પૂરતી જાગૃતિનો અભાવ. કોઈ સાચા ઓથેન્ટિક સ્ત્રોતમાંથી માહિતી ન મળવાથી સામાન્ય રીતે લોકોમાં સેક્સ વિશે અનેક પ્રકારની અફવાઓ ફેલાયેલી હોય છે. લોકો તેને સાચી માનતાં હોય છે અને પોતાની સેક્સ્યુઅલ લાઇફમાં પણ તેને લાગુ પાડે છે. આ અફવાઓ એટલી સામાન્ય છે કે અનેક લોકોએ તેને સાંભળેલી જ હશે. કદી તમારી સેક્સ્યુઅલ લાઇફને અસર ન થાય, એ માટે આ અફવાઓની પાછળની હકીકત જાણવી ખૂબ જ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સેક્સ્યુઅલ પ્લેજર ઓછો કરે છે કોન્ડોમનો ઉપયોગ

સેક્સ અને કોન્ડોમને લઈને આ અફવા સામાન્ય છે. ઘણા લોકો માનતા હોય છે કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી તેમના સેક્સ્યુઅલ પ્લેજર પર અસર પડે છે. કોન્ડોમની જાડી પરત સ્કિન ટુ સ્કિન સંપર્ક થવા નથી દેતી, જેના કારણે તેમને એ ફીલિંગ નથી આવતી જે કોન્ડોમ વિના સેક્સ કરવા પર આવે છે. જ્યારે આ વાતમાં જરા પણ સાચું નથી. હકીકતમાં કોન્ડોમ બનાવા માટે ખૂબ જ પાતળી લેટેક્સનો ઉપયોગ થાય છે. પોતાને યોગ્ય સાઇઝ અને આકારનો કોન્ડોમ ખરીદી ને કોઈ ચિંતા વિના આરામથી સેક્સ્યુઅલ પ્લેજર મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પિરિયડ્સમાં સેક્સ કરવાથી ગર્ભધારણથી બચી શકાય

સેક્સ્યુઅલ એક્ટિવિટી અંગે આ અફવા પણ બહુ જ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેના પર વિશ્વાસ રાખે છે. જ્યારે હકીકત એ છે કે જો પિરિયડ્સ દરમિયાન પણ બિન પ્રોટેક્ટેડ સેક્સ કરવામાં આવે, તો ગર્ભ રહી શકે છે. હકીકતમાં કેટલીક મહિલાઓને પિરિયડ્સ બહુ ઓછા દિવસો માટે હોય છે. આવા સમયે તેમનું ઑવ્યુલેશન ફેઝ પણ વહેલું શરૂ થાય છે. આ દરમિયાન પ્રેગ્નન્ટ થવાના પૂરાં ચાન્સ બની શકે છે. એટલે જો તમે ગર્ભ માટે તૈયાર નથી, તો કોઈપણ પ્રકારના પ્રોટેક્શન વિના સેક્સ કરવાથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લ્યુબ્રિકન્ટની કોઈ જરૂર નથી

મોટાભાગના લોકો માનતા હોય છે કે તેમને સેક્સ માટે કોઈપણ પ્રકારના લ્યુબ્રિકન્ટના ઉપયોગની જરૂર નથી. હકીકતમાં સેક્સ દરમિયાન યોનિમાંથી એક પ્રકારનો લિક્વિડ પ્રોડ્યુસ થાય છે, જે નેચરલ લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે, એટલે લોકો માને છે કે તેમને બહારથી કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ લ્યુબ્રિકન્ટના ઉપયોગની જરૂર નથી. જોકે એક્સપર્ટ્સ મુજબ જરૂરી નથી કે યોનિ યોગ્ય માત્રામાં લ્યુબ્રિકન્ટ પ્રોડ્યુસ કરે. ઘણી બાબતો જેમ કે ગર્ભાવસ્થા, પિરિયડ્સ, મેનોપોઝ અથવા અન્ય પ્રકારની મેડિકલ કન્ડીશન્સ માટે જવાબદાર હોય છે. આવા સમયે સેક્સ કરતા પહેલા એક વોટર બેઝ્ડ લ્યુબ્રિકન્ટ પાસે રાખવો જ જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દવાઓ અને ટૂલ્સની મદદથી પેનિસની સાઇઝ વધી શકે છે

મોટાભાગના પુરૂષો પોતાના પેનિસ એટલે કે લિંગના સાઇઝને લઈને ઘણી અસુરક્ષા અનુભવે છે. ખાસ કરીને પોર્નોગ્રાફી અને ઑનલાઇન સેક્સ સ્ટોરીઝ જોઈને અને સાંભળીને તેમના મનમાં એવી ધારણા ઊભી થઈ જાય છે કે સારું સેક્સ કરવા માટે પેનિસની સાઇઝ ખૂબ જ મહત્વ ધરાવે છે. આવા સમયે તેઓ ઘણીવાર ઑનલાઇન કે કોઈના કહેવા પર એવી દવાઓ કે ટૂલ્સનો ઉપયોગ કરવા લાગે છે, જે પેનિસના સાઇઝને વધારવાનું વચન આપે છે. જ્યારે અત્યાર સુધીમાં એવી કોઈ દવા કે ટૂલ બનાવવામાં નથી આવી જે પ્રાઇવેટ પાર્ટ્સના સાઇઝને વાસ્તવમાં વધારી શકે. રહી વાત સાઇઝની, તો શરૂઆતના 3 કે 3.5 ઇંચથી વધુ સાઇઝનો કોઈ ખાસ અર્થ નથી હોતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એકની જગ્યાએ બે કોન્ડોમ વાપરવાં વધારે સારા છે

સેક્સ સાથે જોડાયેલી સામાન્ય અફવામાં એક આ પણ છે કે ડબલ કોન્ડોમનો ઉપયોગ કરવો વધારે સારો હોય છે. કેટલાક કપલ્સ, જે સેક્સ્યુઅલ એક્સપેરિમેન્ટ કરવા ઈચ્છે છે તેઓ કોઈ પણ પ્રકારના રિસ્કથી બચવા માટે એકસાથે બે કોન્ડોમ વાપરે છે. જ્યારે એવું કરવું બિલકુલ યોગ્ય નથી. એક્સપર્ટ્સ કહે છે કે આવું કરવાથી બંને કોન્ડોમ વચ્ચે ઘર્ષણ વધી જાય છે, જેના કારણે તેની ફાટવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહીં ઘણી વખત કોન્ડોમ સ્લિપ થવાની ભીતિ પણ ઊભી થઈ શકે છે. આવા સમયમાં વધારે સારું તો એ છે કે કોઈ સારી બ્રાન્ડના કોન્ડોમનો ઉપયોગ કરો અને કોઈપણ પ્રકારના રિસ્કથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Relationship Tips Intimacy Health Healthy Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ