બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉનાળામાં હેલ્ધી અને ઠંડુ પીણું શોધી રહ્યા છો? જાણી લો આ શરબતની રીત અને ફાયદા

photo-story

6 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઈલ / ઉનાળામાં હેલ્ધી અને ઠંડુ પીણું શોધી રહ્યા છો? જાણી લો આ શરબતની રીત અને ફાયદા

Last Updated: 01:23 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉનાળામાં કંઇક ઠંડું, સ્વાદિષ્ટ અને એનર્જીથી ભરેલું પીવું હોય તો તમે અંજીરનું શરબત પી શકો છો. અંજીરનું શરબત પીતા જ શરીરને તરત જ ઊર્જા મળે છે અને હાડકાં મજબૂત બને છે. આવો જાણીએ અંજીરનું શરબત પીવાના ફાયદા.

1/6

photoStories-logo

1. શરીરને ઠંડક મળે

ઉનાળામાં તડકાને કારણે શરીર ગરમ થઈ જાય છે. હીટવેવનો ખતરો રહે છે. જેના લીધે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. ઘણા લોકોને થાક, માથાનો દુખવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવા સમયમાં અંજીરનું શરબત પીવું ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. અંજીરનું શરબત પેટને ઠંડક આપવા માટે મદદરૂપ બને છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનને જાળવી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તરત એનર્જી મળે

અંજીરનું શરબત ઠંડક તો આપે જ છે સાથે તે પીતા જ તમે તાજગી અનુભવશો. અંજીરમાં કુદરતી ખાંડ હોય છે. જેના કારણે શરીરને તરત ઊર્જા મળે છે અને થાક-નબળાઇ દૂર થાય છે. ઉનાળામાં અંજીરનું શરબત કોઈ ટોનિકથી ઓછું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ત્વચા માટે ફાયદાકારક

અંજીરનું શરબત ત્વચા માટે પણ લાભદાયી સાબિત થાય છે. તેમાં વિટામિન A, વિટામિન E અને અનેક એન્ટીઑક્સિડન્ટ હોય છે. જે સનબર્ન અને ત્વચાની ટેનિંગથી રાહત આપે છે. અંજીરનું શરબત ત્વચાને પૂરતું પોષણ આપે છે. જેના કારણે ત્વચા ચમકદાર બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હાડકાં મજબૂત બને

અંજીર હાડકાં માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. સાથે વિટામિન K પણ હોય છે. આ બધું મળીને હાડકાં અને દાંત માટે ખૂબ લાભદાયી છે. અંજીરના સેવનથી ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીનો ખતરો ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એનિમિયા દૂર થાય છે

અંજીરને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉપરાંત તેમાં વિટામિન C, વિટામિન A, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અંજીર શરબત બનાવવાની રીત

અંજીરને ઓછામાં ઓછા 2-3 કલાક માટે પાણીમાં ભીંજવી દો. ભીંજવેલા અંજીરને થોડા પાણી સાથે મિક્સરમાં નાખો અને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં દૂધ અથવા ઠંડું પાણી ઉમેરો. સાથે ખાંડ ઉમેરી મિક્સ કરો.મીઠી સુગંધ માટે ઈલાયચી પાઉડર ઉમેરો. બધું મિક્સ કરીને મિશ્રણને ગાળી લો. ગ્લાસમાં બરફના ટુકડા ભરો, તેમાં તૈયાર કરેલું શરબત નાખો અને કેસર નાખી ગાર્નિશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Summer Fig Cold Drink
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ