બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ 10 શાકભાજી ભૂલથી પણ કાચી ના ખાવી, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારી

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ / આ 10 શાકભાજી ભૂલથી પણ કાચી ના ખાવી, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારી

Last Updated: 07:58 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેટલાક કાચા ફૂડ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તેમાં બેક્ટેરિયા અને ઝેરી તત્વો હોય છે, જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એવામાં કયા એવા ફૂડ છે, જેનું સેવન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો જાણીએ.

1/10

photoStories-logo

1. કાચા ઈંડા

કાચા કે સંપૂર્ણ રીતે ના પાકેલાં ઈંડા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોઈ શકે છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે. ડાયરીયા, ઉલટી અને તાવ જેવી તકલીફો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. મશરૂમ

ઘણા જંગલી પ્રકારના મશરૂમમાં ઝેરી તત્વો હોઈ શકે છે, જે અંગોને નુકસાન, ઉલટી અને માથામાં દુખાવો જેવી સમસ્યા ઉભી કરી શકે છે. આવા મશરૂમને સારી રીતે પકાવવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. કાચા કાજુ

પોઈઝન આઈવીમાં જોવા મળતા ઝેરી તત્વ ‘ઉરૂશિયોલ’ કાચા કાજુમાં પણ મળી શકે છે. તેને ખાવાથી શરીરમાં ગંભીર એલર્જીક પ્રતિક્રિયા, ત્વચા પર ચાઠા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. કાજુને રોસ્ટ કરીને ખાવાથી આવા જોખમથી બચી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. કાચા બટાકા

સોલેનીન નામનું ઝેરી તત્વ કાચા બટાકામાં હોઈ શકે છે. બટાકાને યોગ્ય રીતે પકાવવાથી આ તત્વ નષ્ટ થઈ જાય છે અને તે ખાવા યોગ્ય બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. કાચા કિડની બીન્સ

હેલ્થ એક્સપર્ટ્સ મુજબ કાચા કિડની બીન્સમાં લેક્ટિન્સ નામનું પ્રોટીન હોય છે, જે શરીરમાં માથું દુખવું અને પેટની ગંભીર તકલીફ ઉભી કરી શકે છે. બીન્સને સારી રીતે પકાવવાથી તે ખાવા માટે સુરક્ષિત બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. કોળું

આ શાકભાજીનો સામાન્ય રીતે પકવીને જ ખવાય છે, જેથી તેનો સ્વાદ વધે અને સારી રીતે પચી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. દૂધી

દૂધીનો ઉપયોગ ઘણી વખત કઢી અને સૂપમાં થાય છે. પણ તેને કાચી ખાવાથી ઘણી પાચન તકલીફો થઈ શકે છે. તેથી તેને પકાવીને જ ખાવું વધુ યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ફૂલકોબી

ફૂલકોબીનો ઉપયોગ સલાડ કે અન્ય વાનગીઓમાં થાય છે. જો કે તેમાં ઘણી વાર જીવાતો હોઈ શકે છે, જે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને ઉકળતા પાણીમાં મીઠા સાથે થોડીવાર ઉકાળી લેવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. કાચું રીંગણ

કાચું રીંગણ કડવું હોઈ શકે છે. સાથે જ તેમાં સોલેનીન હોઈ શકે છે, જેના સતત સેવનથી ન્યુરોલોજીકલ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ તકલીફો થઈ શકે છે. જેમ કે માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી વગેરે. તેને પકાવવાથી આવી તકલીફોથી બચી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. કોબી

અન્ય શાકભાજીની તુલનામાં કોબીમાં વધુ જીવાતો મળવાની સંભાવના હોય છે. તેને ખાવા પહેલાં પકાવવું કે ઉકાળવી સલાહ આપવામાં આવે છે. જેથી તે વધુ સ્વાદિષ્ટ બને અને પચવામાં સરળ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vegetables that cannot be eaten raw Raw Vegetables Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ