બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: એક્ટ્રેસ રાશિ ખન્ના, જે બનવા ઇચ્છતી હતી IAS, અને આજે લગાવે છે ગ્લેમરસનો તડકો

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: એક્ટ્રેસ રાશિ ખન્ના, જે બનવા ઇચ્છતી હતી IAS, અને આજે લગાવે છે ગ્લેમરસનો તડકો

Last Updated: 01:10 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક સમયમાં IAS ઓફિસર બનવાનું સપનું જોનારી રાશિ ખન્ના આજે દક્ષિણ અને હિન્દી ફિલ્મોમાં ચમકતો તારો બની ગયા છે. અભિનય જગતમાં આવતાં પહેલાં તે એડ એજન્સીમાં રાઈટર તરીકે કામ કરતાં હતાં. સ્કૂલમાં ટોપર રહી ચૂકેલ રાશિ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાની છાપ છોડી રહ્યા છે. જુઓ તેમની વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ: raashiikhanna )

1/10

photoStories-logo

1. બ્યુટી વિથ બ્રેન

દિલ્હીની આ હસિના જેમણે એડ એજન્સીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને પછી જ્હોન અબ્રાહમની ફિલ્મમાં પણ કામ કર્યું. આ અભિનેત્રીની સુંદરતા તો લાજવાબ છે જ, પણ એ વાંચવામાં પણ ખૂબ તેજ છે. એટલે “બ્યુટી વિથ બ્રેન” કહેવું બિલકુલ ખોટું નહીં કહેવાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. રાશિ ખન્ના

રાશિ ખન્નાનું જીવન ખૂબ જ રસપ્રદ રહ્યું છે. એક સમય હતો જયારે તેઓ IAS અધિકારી બનવાનું સપનું જોતાં હતાં, પણ નસીબ તેમને અલગ જ દુનિયામાં લઈ આવ્યું. આજે એ દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. સાથે સાથે ઓટીટી જગતમાં પણ એક્ટિવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. બોર્ડ પરિક્ષામાં ટોપ કર્યું

તમને જાણીને આશ્ચર્ય થશે કે રાશિ ખન્નાએ 12માં બોર્ડ પરિક્ષામાં ટોપ કર્યું હતું. હા, એ ટોપર રહી ચૂક્યા છે. એ શરૂઆતથી જ વાંચવામાં ખૂબ તેજ છે. તેમનું સપનું હતું કે તેઓ ભણીને IAS અધિકારી બને.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. નસીબ એને ફિલ્મી ઇન્ડસ્ટ્રી

નસીબ તેમને ફિલ્મી ઇન્ડસ્ટ્રી તરફ ખેંચી લાવ્યું. રાશિ ખન્નાના ભણતર બાબતે વાત કરીએ તો તેમણે પોતાની સ્કૂલિંગ દિલ્હીમાંથી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. પહેલાં સિંગર બનવા માંગતા હતાં

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ પહેલાં સિંગર બનવા માંગતા હતાં, પણ કોલેજમાં આવતાં જ એમનું મન IASની તૈયારી તરફ વળી ગયું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. નસીબ એક્ટિંગ તરફ લઈ ગયું

જ્યારે એ આખરે IAS બનવા માટે તૈયારીના મેદાનમાં ઊતરી આવ્યા, ત્યારે નસીબ તેમને એક્ટિંગ તરફ લઈ ગયું. પછી અંતે તેમણે નક્કી કર્યું કે હવે તો આ ક્ષેત્રમાં જ કરિયર બનાવશે. રાશિ ખન્નાને ક્યારેય લાગ્યું ન હતું કે તે એક દિવસ અભિનેત્રી બનશે. એક્ટિંગ એમના પ્લાનનો ભાગ ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. એડ એજન્સીમાં પણ કામ કર્યું

એક્ટિંગમાં આવતાં પહેલાં રાશિ એક એડ એજન્સીમાં પણ કામ કરી ચૂક્યા છે. ત્યાં તેઓ રાઈટર તરીકે કામ કરતાં હતાં. ત્યારબાદ એ મોડલિંગ અને એક્ટિંગ તરફ આગળ વધ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. જ્હોન અબ્રાહમ સાથે પહેલી ફિલ્મ કરી

ફિલ્મ ‘મદ્રાસ કેફે’થી રાશિએ બોલિવૂડમાં પગ મૂક્યો. જેમાં તેઓ જ્હોન અબ્રાહમ સાથે જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં તેમની સાદગી અને ગંભીરતા દ્વારા તેમણે પોતાની જગ્યા પાક્કી કરવાની કોશિશ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. નયનતારા સાથે કામ કર્યું

પછી તેમણે તમિલ ફિલ્મ ‘ઇમાયક્કા નોડિગલ’માં નયનતારા સાથે કામ કર્યું. તેલુગુ ફિલ્મ ‘સરદાર’ અને વેબ સિરીઝ ‘ફર્જી’માં પણ એ જોવા મળ્યા છે. ફર્જી એ એક વેબ સિરીઝ હતી જેમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ઇન્ડસ્ટ્રીમાં 11 વર્ષથી વધુનો અનુભવ

રાશિને ઇન્ડસ્ટ્રીમાં 11 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હમણાં પણ તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં સરસ કામ કરી રહ્યા છે. હાલ તે 34 વર્ષના છે અને ટૂંક સમયમાં નવા નવા પ્રોજેક્ટ દ્વારા ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress Raashi Khanna Raashi Khanna career Raashi Khanna photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ