બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:53 PM, 22 March 2025
1/5
ન્યાયના દેવતા શનિ 29 માર્ચે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ સૂર્ય, શુક્ર, બુધ અને રાહુ હાજર છે. પણ આ ગ્રહોમાંથી શુક્ર, રાહુ અને મીનની યુતિ ખાસ મહત્વની માનવામાં આવે છે. આ ત્રણ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે.
2/5
વૃષભ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના એકાદશ ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેના કારણે ઘણા સમયથી અટકેલા ઘણા કામ પૂરા થઈ શકે છે. આરોગ્ય પણ સારું રહેશે. જો તમે બેંકમાંથી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તમને લાભ મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નસીબનો સાથ મળતા આવકના નવા રસ્તા ખુલી શકે છે. ધન એકત્ર કરવામાં પણ સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
3/5
કુંભ રાશિના બીજા ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે, જે જીવનમાં અનેક ખુશીઓ લાવી શકે છે. શુક્રના આશીર્વાદથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સમાજમાં સક્રિયતા વધશે અને જાતકો પોતાના કાર્યોની ક્ષમતા દ્વારા અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશે. આત્મમંથન દ્વારા અનેક પરિવર્તનો કરી શકશે, જેનાથી માનસિક શાંતિ મળશે. નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિ થશે.
4/5
મિથુન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના દસમા ભાવમાં આ યોગ બનશે, જેના કારણે જાતકોને મોટા લાભો મળી શકે છે. શનિદેવ આ ભાવમાં રહેનાર હોવાથી જાતકોના કારકિર્દી વિકાસ માટે શિસ્ત અને જ્ઞાન સાથે કામ કરવાની પ્રેરણા મળશે, જેનાથી તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા વ્યવસાયમાં પણ લાભ મળવાની સંભાવના છે. શારીરિક અને માનસિક તણાવથી મુક્તિ મળશે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ