બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે થશે આર્થિક તંગી દૂર? અપનાવો આ 7 રીત, લાઈફ ઘોડાની જેમ દોડશે

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે થશે આર્થિક તંગી દૂર? અપનાવો આ 7 રીત, લાઈફ ઘોડાની જેમ દોડશે

Last Updated: 09:03 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવા ફાયનાન્શિયલ યરની શરૂઆત થઈ ગઈ છે. એવામાં જો તમે પણ ફાયનાન્શિયલ ક્રાઇસીસનો સામનો કરી રહ્યા હોવ તો આ સ્ટ્રેટેજી તમારે અમલમાં મૂકવી જોઈએ.

1/8

photoStories-logo

1. 7 મની મેનેજમેન્ટ ટ્રીક

આપણા માંથી ઘણાં હશે કે જે આર્થિક સમસ્યાનો સામનો કરતા હશે. એવામાં જો તમે આ 7 ઉપાયો અપનાવી લેશો તો તમારી લાઈફ પણ એકદમ સરળ અને ઘોડાની માફક દોડવા લાગશે. ચાલો જાણીએ આ સ્ટ્રેટેજી વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પગારના 3 ભાગ કરો

આ સરળ પણ અસરકારક બજેટિંગ ટ્રીકથી તમારા પગારને ત્રણ ભાગમાં વહેંચો. 50% - ભાડું, બિલ, કરિયાણું જેવા આવશ્યક ખર્ચાઓ 30% - લાઈફસ્ટાઈલ, ટ્રાવેલિંગ, શોખ 20% - બચત અને રોકાણો આનાથી ખર્ચા નિયંત્રણમાં રહેશે અને ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 'પહેલું અઠવાડિયુ બચત' - આ ફોર્મ્યુલા અપનાવો

દરેક મહિનાની શરૂઆત બચતથી કરો. પહેલા અઠવાડિયામાં જ તમારા પગારના ઓછામાં ઓછા 20% બચત અથવા SIP માં રોકાણ કરો. અને જો તમારે મોટી ખરીદી કરવી હોય તો એક અઠવાડિયું રાહ જુઓ અને પછી વિચારો કે તે ખરેખર જરૂરિયાત છે કે ફક્ત એક શોખ?

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઇમરજન્સી ફંડ

કોઈ પણ સમયે અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થઈ શકે છે - નોકરી જતી રહેવી કે હેલ્થ ઇસ્યુ કે કોઈ ફેમિલી ઇમરજન્સી. માટે તમારી માસિક આવકથી 6 ગણું ગણા ઇમરજન્સી ફંડ બનાવો. આ તમારી બેકઅપ બેટરી છે. જે મુશ્કેલીના સમયમાં કામ લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. તમારા EMI ને નિયંત્રિત કરો

લોન લેતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા બધા EMI નો કુલ હિસ્સો તમારા પગારના 40% થી વધુ ન હોવો જોઈએ. આનાથી તમે નાણાકીય ભીડમાં આવશો નહીં અને અન્ય જરૂરિયાતો પણ સરળતાથી પૂરી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. જીવન વીમાનું આયોજન

કહેવાય છે ને કે જો જીવ છે તો દુનિયા છે, પણ જો કંઈક થાય તો શું? એટલા માટે મજબૂત ટર્મ ઈન્સ્યોરન્સ જરૂરી છે. 20x નિયમનો ઉપયોગ કરો. તમારી વાર્ષિક આવકનું 20 ગણું ટર્મ કવર લો. ઉદાહરણ તરીકે જો તમે વાર્ષિક ₹5 લાખ કમાતા હોવ તો તમારી પાસે ઓછામાં ઓછું ₹1 કરોડનું જીવન વીમા કવર હોવું જોઈએ. પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. '72 ના નિયમ'થી જાણો પૈસા ક્યારે બમણા થશે?

જો તમે જાણવા માંગતા હોવ કે તમારા રોકાણ પરના વળતરથી તમારા પૈસા કેટલા વર્ષોમાં બમણા થશે તો આ સૂત્ર અનુસરો. ઉદાહરણ તરીકે જો તમને તમારા રોકાણ પર 12% વાર્ષિક વળતર મળી રહ્યું હોય તો 72/12=6. એટલે કે 6 વર્ષમાં પૈસા બમણા થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 100 વર્ષની ઉંમરનો નિયમ

રોકાણનો સુવર્ણ નિયમ - 100 વર્ષ - તમારી ઉંમર = ઇક્વિટી રોકાણ 1 %. ધારો કે તમારી ઉંમર 30 વર્ષ છે તો 100 - 30 = 70 એટલે કે તમારા પોર્ટફોલિયોનો 70% હિસ્સો ઇક્વિટી (શેરબજારની જેમ) અને 30% હિસ્સો ડેબ્ટ અથવા એફડી જેવા સુરક્ષિત વિકલ્પોમાં હોવો જોઈએ. રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય કે લાંબા ગાળાની સંપત્તિ - આ પદ્ધતિ જોખમ અને સલામતી વચ્ચે સંતુલન પૂરું પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budget Rules Money Management Financial Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ