બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Photo Of Start-Up Offering 'Funeral Service' Goes Viral, Internet Divided

OMG / અરે આવો ધંધો ! અંતિમવિધિનો સામાન વેચવા લાગી કંપની, ફોટો વાયરલ થતા લોકો ભડક્યાં

Hiralal

Last Updated: 08:13 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ મરણ પછીની વિધિ માટે વપરાતી વસ્તુઓ વેચવાનું શરુ કરતાં લોકો ભડક્યાં હતા.

  • મુંબઈની કંપનીએ શરુ કર્યો અંતિમવિધિનો સામાન વેચવાનો ધંધો 
  • અંતિમવિધિનો સામાન વેચવાનો ફોટો થયો વાયરલ
  • IASએ કહ્યું- આવો ધંધો શરુ કરવાની શું જરુર 

પૈસા કમાવવા માટે લોકો ગમે તેવો ધંધો શરુ કરતા હોય છે. મુંબઈની એક કંપનીએ તો હદ કરી નાખી. સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અંતિમ સંસ્કારની સેવા શરુ કરી છે. આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે જે પછી લોકો ભડક્યાં હતા. આ ફોટો ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ)ના અધિકારી અવનીશ શરણ સહિત અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પોસ્ટ કર્યો છે. તે એક ઇવેન્ટમાં કંપનીનો સ્ટોલ બતાવે છે, તેની પ્રોફાઇલ દર્શાવે છે. તેની વેબસાઇટ અનુસાર, મુંબઈ સ્થિત કંપની "મૃત્યુ પછીની તમામ વિધિઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખશે" જેથી શોકગ્રસ્ત સંબંધીઓને રાહત અને તણાવ મુક્ત વાતાવરણ પ્રદાન કરી શકાય.

કંપની અંતિમ સંસ્કાર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે 
કંપની જેમના ઘરમાં મરણ થયું હોય તેમને એમ્બ્યુલન્સ સેવા, અંતિમ સંસ્કાર માટે જરૂરી તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં સહાય પૂરી પાડે છે.

38000 રુપિયામાં મળશે અંતિમવિધિનો સામાન 
કંપની 38,000 રુપિયા લઈને મરણ માટે જરુરી તમામ સેવાઓ પૂરી પાડે છે જેવી કે નનામી તૈયાર કરાવવી, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, માણસો મોકલવા, ચિતા સળગાવવી, મૃતકને ચિતા પર રાખવા, રોનાર માણસો, અને છેલ્લે અસ્થિ વિસર્જન. કિઓસ્કમાં હાજર કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમની ટીમ અંતિમવિધિ પાર પડાવવા માટે 38,000ની ફી લેશે અને અસ્થિ વિસર્જનમાં પણ મદદ કરશે. 

અમેરિકામાં ઓફર કરાઈ રહી છે આવી સેવા, ભારતમાં નવો અભિગમ 
આઈ.એ.એસ. અધિકારીએ તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, "આવા 'સ્ટાર્ટ-અપ' ની જરૂર કેમ છે?" જેનાથી ઈન્ટરનેટ પર મોટી ચર્ચા છેડાઈ છે. એક યુઝરે કહ્યું કે આ પ્રકારની અંતિમવિધિની સેવા અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. ભારત માટે આ ખ્યાલ નવો લાગે છે, તેથી જ લોકો આશ્ચર્યચકિત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ