બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / નવો મોબાઈલ લેવાનો હોય તો ખમજો! ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહ્યા છે 5 જબરદસ્ત ફોન, જાણો વિગત

ટેક્નોલોજી / નવો મોબાઈલ લેવાનો હોય તો ખમજો! ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહ્યા છે 5 જબરદસ્ત ફોન, જાણો વિગત

Last Updated: 04:47 PM, 29 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારો ફોન બગડી ગયો હોય, કે તૂટી ગયો હોય અથવા હેંગ થતો હોય અને તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આગામી ડીસેમ્બર મહિના સુધી ખમી જાઓ. કેમ કે ડિસેમ્બરમાં ભારતમાં અનેક ધાંસુ ફોન લોન્ચ થવાના છે.

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આગામી ડીસેમ્બર મહિનામાં અનેક ફોન લોંચ થવાના છે. આ ફોન પરફોર્મન્સ અને સ્ટાઇલનું પરફેક્ટ કોમ્બિનેશન હશે. જેમાં DSLR જેવા કેમેરા, પાવરફુલ પ્રોસેસર અને નવા એડવાન્સ ફીચર્સ તમને મીની સુપર કોમ્પ્યુટર જેવું ફીલ કરાવશે. તો ચાલો જાણીએ આ ડિસેમ્બર મહિનામાં લોન્ચ થનાર તે દરેક સ્માર્ટફોન વિશે ડીટૈલમાં.

  • iQOO 13
    ભારતમાં 3 ડિસેમ્બરે iQOO 13 ફોન લોન્ચ થશે, આ ફોન iQOO 12નું અપગ્રેડ વર્ઝન છે. તેની શરૂઆતની કિંમત લગભગ 50,000 રૂપિયા હશે. આ ફોનમાં 2K ડિસ્પ્લે હશે જેની સાઈઝ 6.7 ઈંચ હશે. ફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ પણ હોઈ શકે છે, જેને 16GB સુધીની રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ હશે.
  • Redmi Note 14 Series
    આ ફોન ભારતમાં 9 ડિસેમ્બરે લૉન્ચ થશે. જેમાં Redmi Note 14, Note 14 Pro અને Note 14 Pro+નો સમાવેશ થાય છે. આ લાઇનઅપને અગાઉથી જ ટીઝ કરવામાં આવ્યું છે. જે બજેટ પ્રાઇઝ પર  શાનદાર ફિચર્સ આપવાનો દાવો પણ કરે છે.
PROMOTIONAL 4
  • Vivo X200 Series
    Vivo X200 Series ડિસેમ્બર મહિનાના મધ્યમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. Vivo X200ની કિંમત 60,000 થી 70,000 રૂપિયા વચ્ચે હોઇ શકે છે, જ્યારે Vivo X200 પ્રોની કીંમત 70000 થી 80000 હજારની વચ્ચે હોઈ શકે છે.
  • Xiaomi 15 Series

Xiaomi 15 અને 15 Pro અગાઉ ચીનમાં લૉન્ચ થઈ ચૂક્યા છે અને ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થવાની ધારણા છે. BIS સર્ટિફિકેશન વેબસાઈટ પર તેની હાજરી સાથે આ લાઇનઅપ માટે ભારતમાં લોન્ચ થવાનું નક્કી છે.

વધુ વાંચો : કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર ખતરો! સરકારે કર્યું એલર્ટ જાહેર, આ રીતે ખુદને રાખો સુરક્ષિત

  • OnePlus 13
    OnePlus 13 આ વર્ષના ડિસેમ્બરના એન્ડિંગમાં કે જાન્યુઆરી 2025ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. OnePlus 13ની સાથે OnePlus 13R અને OnePlus Watch 3ને પણ આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. OnePlus 13ને પાવર આપવા માટે તેમાં Qualcommનું લેટેસ્ટ Snapdragon 8 Elite ચિપસેટ છે, જે 3nm પર બનાવવામાં આવ્યું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phone Launch Smartphone Android
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ