જો તમે પણ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખૂબ જ સારાં સમાચાર છે. જી હાં, ફોન યુઝર્સ હવે માત્ર 149 રૂપિયામાં ઈન્શ્યોરન્સ લઈ શકે છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe પોતાના યુઝર્સને ICICI Prudential Life Insuranceની સાથે મળીને આ ખાસ સુવિધા આપી રહી છે. ખાસ વાત એ છે કે, તમે કોઈ જ પેપરવર્ક અને મેડિકલ ચેકઅપ વિના જ આ ઈન્શ્યોરન્સ લઈ શકો છો. ચાલો જાણીએ.
જો તમે પણ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખૂબ જ સારાં સમાચાર છે
હવે માત્ર 149 રૂપિયામાં ઈન્શ્યોરન્સ લઈ શકાય છે
PhonePe પોતાના યુઝર્સને આ ખાસ સુવિધા આપી રહી છે
ઈન્શ્યોરન્સ લેવા માટે આટલી આવક હોવી જોઈએ
જો તમે આ ઈન્શ્યોરન્સ લેવા માંગો છો તો તમારી વાર્ષિક આવક 1 લાખ અ્થવા તેનાથી વધુ હોવી જોઈએ. આ સિવાય તમારી ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધી હોવી જોઈએ.
આટલા રૂપિયાનો ઈન્શ્યોરન્સ લઈ શકાય છે
તમને જણાવી દઈએ કે તમે કોઈ જ પેપરવર્ક અથવા મેડિકલ ચેકઅપ વિના આ ઈન્શ્યોરન્સ લઈ શકો છો. તેના માટે તમે 1 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની પોલિસી લઈ શકો છો. આ સિવાય એક્સપાયરી થવા પર તમે ફોન પે એપ દ્વારા જ પોલિસીને રિન્યૂ પણ કરાવી શકો છો.
કઈ રીતે આ ઈન્શ્યોરન્સ લઈ શકાય છે
એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ફોનપે એપ્લિકેશનના My Money સેક્શન પર ક્લિક કરો.
ફોનપે દ્વારા તરત ઓનલાઈન પેમેન્ટ કરીને પોલિસી ખરીદી શકો છો.
25 લાખ સુધીનું ઈન્શ્યોરન્સ લઈ શકાય છે
આ વીમા પોલિસી હેઠળ વ્યક્તિ 1 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકે છે. ગ્રાહકો કોઈપણ આરોગ્ય તપાસ વિના ફોનપે એપ્લિકેશન પર તરત વીમા પોલિસી મેળવી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, લાખો ફોનપે યુઝર્સ અકાળે અવસાનની સ્થિતિમાં હવે તેમના પરિવારોને આર્થિક સંકટથી બચાવી શકે છે.
ફોનપેના 25 કરોડ યુઝર્સ છે
ભારતમાં માત્ર 2.73 ટકા લોકો પાસે વીમા કવચ છે. જાગૃતિના અભાવ અને પેપરવર્કની ઝંઝટને કારણે લોકો વીમો લેવાનું પણ ટાળે છે. આવી સ્થિતિમાં ફોનપેની આ પહેલ વીમા સેક્ટરમાં પોતાની પહોંચ વધારી શકે છે. દેશભરમાં ફોનપેના 25 કરોડથી વધુ યુઝર્સ છે.