બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / phone safe while traveling protect mobile safety during travel international trips

લાઇફસ્ટાઇલ / ટ્રાવેલિંગ દરમ્યાન જો-જો ક્યાંક સ્માર્ટફોન ન ખોવાઇ જાય! કામમાં આવશે આ 5 ટિપ્સ

Manisha Jogi

Last Updated: 12:39 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં ફોન વગર નજીકની જગ્યાએ જવું પણ મુશ્કેલ છે. ટ્રાવેલ કરતા સમયે ડેટા લીક થવાનું પણ જોખમ રહે છે. તમે ફરવા જવાનો પ્લાન બનાવો ત્યારે સ્માર્ટફોન સેફ રહે તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

  • ફોન વગર નજીકની જગ્યાએ જવું પણ મુશ્કેલ
  • ટ્રાવેલ કરતા સમયે ડેટા લીક થવાનું પણ જોખમ
  • સ્માર્ટફોન સેફ રહે તે માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

હાલના સમયમાં ફોન વગર નજીકની જગ્યાએ જવું પણ મુશ્કેલ છે. કોઈ નવી જગ્યાએ જવા માટે ફોન ખૂબ જ જરૂરી બની જાય છે. સ્માર્ટફોન આપણા જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. ફોન વગર રહેવું સરળ નથી. જ્યારે પણ વિદેશ પ્રવાસ અથવા ફરવા માટે જાઓ છો ત્યારે મોબાઈલ હોવો જરૂરી બની જાય છે. 

હાલના સમયમાં સાઈબર ફ્રોડના અનેક કેસ સામે આવી છે, ક્યારે તમારી સાથે સાઈબર સ્કેમ થઈ જાય તે અંગે કંઈ કહી ના શકાય. આ કારણોસર હંમેશા એલર્ટ રહેવું જરૂરી છે. ટ્રાવેલ કરતા સમયે ડેટા લીક થવાનું પણ જોખમ રહે છે. આ કારણોસર જ્યારે પણ તમે ફરવા જવાનો પ્લાન બનાવો ત્યારે સ્માર્ટફોન સેફ રહે તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. 

ટ્રાવેલ કરતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ફોન બેકઅપ-
ટ્રાવેલ શરૂ કરતા પહેલા જરૂરી ડેટા બેકઅપ લેવો જરૂરી છે. તમે Google Drive, iCloud અથવા અન્ય ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરીને મોબાઈલ ફોનનો ડેટા બેકઅપ લઈ શકો છો. 

પબ્લિક Wi-Fiનો ઉપયોગ ના કરવો- જ્યારે પણ બહાર જાઓ ત્યારે જાહેર Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવાથી ડેટા ચોરી થઈ શકે છે. જો તમારે જાહેર Wi-Fiનો ઉપયોગ કરવો હોય તો VPN (Virtual Private Network)નો ઉપયોગ કરવો. 

એન્ટી વાયરસ અને એન્ટી માલવેર સોફ્ટવેર- સ્માર્ટફોનમાં એન્ટી વાયરસ અને એન્ટી માલવેર સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો. જેથી તમે તમારા સ્માર્ટફોનને વાયરસ અને માલવેરથી બચાવી શકશો. 

સ્માર્ટફોન સિક્યોરિટી- તમારો સ્માર્ટફોન હંમેશા તમારી પાસે રાખો અને ફોન મુકીને ક્યાંય જવું નહીં. જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો તમારા મોબાઈલ ઓપરેટરને જાણ કરો. Find My Phone ફીચરથી તમારો ડેટા ડિલીટ કરી દો. લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન ખોવાઈ જવાની અને ચોરી કરવાની ફરિયાદ નોંધાવો. 

વધુ વાંચો: હાર્ટ એટેક આવ્યો તો પણ જીવ બચી જશે! બસ આટલું નૉલેજ હોવું જરૂરી, જુઓ શું કહી રહ્યાં છે નિષ્ણાંત

Find My Phone એપ ચાલુ કરો- ફાઈન્ડ માય ફોન એક શાનદાર ફીચર છે. એન્ડ્રોઈડ અને આઈફોનમાં આ ફીચર સરળતાથી મળી રહી છે. બહાર જતા સમયે આ ફીચર ચાલુ કરી દેવું. આ ફીચર એક્ટિવેટ રહેશે તો તમે બીજા ફોન અથવા ડિવાઈસથી તમારા ફોનનું લોકેશન ટ્રેક કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ