બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / phone battery tips how to save battery from draining know these 4 phone tips and tricks

કામની વાત / જલ્દી ખતમ થઈ જાય છે સ્માર્ટફોનની બેટરી, તો આજે જ બદલી લો આ 4 સેટિંગ્સ, પ્રોબ્લેમ થશે સોલ્વ

Last Updated: 10:25 AM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ એવું અનુભવો છો કે તમારા સ્માર્ટફોનની બેટરી જરૂર કરતાં વધારે જલ્દી ખતમ થઈ જાય છે તો તેના અનેક કારણો હોઈ શકે છે, જો તમે આ 4 સેટિંગ્સ કરી લો છો તો તમારા ફોનની બેટરીને સેવ કરી શકો છો. તો જાણી લો સ્ટેપ્સ.

  • કમાલની છે આ ટિપ્સ
  • સ્માર્ટફોનની બેટરીને ચલાવશે વધારે લાંબા સમય સુધી
  • આજે જ ફોનમાં કરી લો આ 4 સેટિંગ્સ

 
સ્માર્ટફોન આવવાથી આપણી લાઈફ સરળ બની છે. પણ ફોન જૂનો થવાના કારણે સમસ્યા આવતી રહે છે. જો તમને પણ ફોનની બેટરીને લઈને સમસ્યા છે તો તમે સ્માર્ટફોનમાં  કેટલાક સેટિંગ્સ બદલી લો તે જરૂરી છે. વધારે એપ્સ, એક્ટિવિટીના કારણે બેટરી જલ્દી ખાલી થઈ જાય તે પણ શક્ય છે. તો જાણો કઈ રીતે તમારા ફોનની બેટરીને સેવ કરી શકાશે. 

Background Apps  તરત કરી લો OFF
 
તમને જાણીને નવાઈ લાગશે પણ ફોનમાં એક એપનો ઉપયોગ કરવાથી અનેક વાર બેકગ્રાઉન્ડમાં એપ્સ એક્ટિવ રહે છે અને બેટરી ખર્ચ થતી રહે છે. એવામાં જરૂરી છે કે તમે આ એપ્સની ઓળખ કરો અને તેને તરત બંધ કરો. આમ કરવા માટે સૌ પહેલાં ફોનના સેટિંગ્સમાં જાઓ, પછી Battery usage  ઓપ્શનમાં જાઓ અને અહીં જુઓ કે કઈ એપ કેટલી બેટરી ખર્ચ કરે છે. અહીંથી તમે એપને ફોર્સ સ્ટોપ કરી શકો છો આ સિવાય એપ જરૂરી ન હોય તો તેને અનઈન્સ્ટોલ પણ કરી શકાય છે. 

જરૂરી હોય ત્યારે જ ON કરો Location

ફોનમાં રહેતી લોકેશન સર્વિસ ઓન રહે તો GPS અને ફોનની બેટરીમાં ઉપયોગ થાય છે.અનેક વાર આપણે મેપ્સનો ઉપયોગ કરવા માટે લોકેશન સેટિંગ ઓન કરીએ છીએ પછી તેને બંધ કરતા નથી. કેટલાક એપ્સ ક્યારેક જ યૂઝ થતાં હોય છે તો જરૂરતના સમયે તેને ઓન અને ઓફ કરો. 

Brightness ને ઓછી રાખો

ફોનની બ્રાઈટનેસને ઓછી રાખવાના અનેક ફાયદા છે. તેમાં એક બેટરી સેવિંગ્સ પણ છે. હા, ફોનની બ્રાઈટનેસ જરૂરથી વધારે હોય તો બેટરી જલ્દી ખતમ થાય છે. સાથે તેનાથી આંખોને પણ નુકસાન થાય છે. ખાસ વાત એ છે કે ફોનમાં ડાર્ક મોડ આવી ગયું છે જેનાથી બેટરીની બચતમાં રાહત મળે છે.

Screen Time સેટ કરો
 
સ્ક્રીન ઓન ટાઈમનો મતલબ છે કે સ્માર્ટફોન ન હોય તો સ્ક્રીન કેટલા સમય સુધી ઓન રહે. ફોનની બેટરીની બચતમાં આ સ્માર્ટફોનની સ્ક્રીન ઓન ટાઈમ મહત્વનો ભાગ ભજવે છે. તેને ઓછું કરીને બેટરીના બેકઅપને વધારી શકાય છે. એવામાં તમે 10-15 સેકંડના સ્ક્રીન ટાઈમઆઉટ સેટ કરો. તેનાથી ફોનની બેટરી સેવ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Battery Down Mobile Use Settings Slow Tech News ડાર્ક મોડ બેટરી મોબાઈલ યૂઝ સેટિંગ્સ phone battery
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ